સિદ્ધુ મુસેવાલા કેસમાં નવો વળાંક, પંજાબની આ પ્રસિદ્ધ ગાયીકાની NIA દ્વારા પૂછપરછ
ગત મે મહિનામાં પંજાબના પ્રખ્યાત ગાયક અને રેપર સિદ્ધુ મુસેવાલા (Sidhu Musewala)ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ પછી પોલીસ અને તપાસ એજન્સીઓ સતત આરોપીઓને પકડવામાં વ્યસ્ત છે. આ સાથે NIA જેવી મોટી તપાસ એજન્સી પણ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, હવે અપડેટ આવી રહ્યું છે કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ વિશે તેની નજીકની મિત્ર અને પંજાબી ગાયિà
Advertisement
ગત મે મહિનામાં પંજાબના પ્રખ્યાત ગાયક અને રેપર સિદ્ધુ મુસેવાલા (Sidhu Musewala)ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ પછી પોલીસ અને તપાસ એજન્સીઓ સતત આરોપીઓને પકડવામાં વ્યસ્ત છે. આ સાથે NIA જેવી મોટી તપાસ એજન્સી પણ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, હવે અપડેટ આવી રહ્યું છે કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ વિશે તેની નજીકની મિત્ર અને પંજાબી ગાયિકા અફસાના ખાન પાસે મહત્વની જાણકારી હોઇ શકે છે. રિપોર્ટ્સ અનુસાર NIAએ આ કેસમાં અફસાનાની પૂછપરછ કરી છે.
NIA અફસાના ખાનની પૂછપરછ કરી
પંજાબની પૂર્વ બિગ બોસ સ્પર્ધક અને પ્રખ્યાત ગાયિકા અફસાના ખાનના નામ પર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. અફસાન ખાનને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારે સિદ્ધુ મુસેવાલા કેસને લઈને અફસાન પાસેથી લગભગ 5 કલાક સુધી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે NIAને શંકા છે કે ક્યાંકને ક્યાંક અફસાના ખાન કે જેને સિદ્ધુ પોતાની બહેન માનતો હતો તેનું સિદ્ધુના મર્ડર કેસ સાથે કનેક્શન છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં અફસાના ખાન પાસેથી વધુ પૂછપરછ થઈ શકે છે. આ સિવાય રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અફસાના ખાનનું બંબીહા ગેંગ સાથે પણ જોડાણ હોઈ શકે છે.
અફસાનાને ધમકીભર્યા ફોન કોલની જાણ હતી
સિદ્ધુ મુસેવાલા ગાયિકા અફસાના ખાનને પોતાના મિત્ર કરતાં વધુ બહેન માનતા હતા. સિદ્ધુ મુસેવાલા અને અફસાના ખાને પણ ઘણા ગીતો સાથે કર્યા હતા. સમાચાર અનુસાર, સિદ્ધુ મુસેવાલાએ અફસાના ખાનને ધમકીભર્યા ફોન કોલની કથિત માહિતી પણ આપી હતી. આટલું જ નહીં સિદ્ધુ મુસેવાલાએ અફસાના ખાન સાથે તેનું છેલ્લું ગીત 'જાંદી યુદ્ધ' પણ ગાયું હતું. જો કે કોર્ટે આ ગીત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે અફસાના ખાન સુપરસ્ટાર સલમાન ખાનના ફેમસ શો બિગ બોસ 15માં જોવા મળી હતી.


