વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ-થરાદનો નૂતન વર્ષનો કાર્યક્રમ યોજાયો
નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલા વાવ-થરાદના સ્નેહમિલનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે વાવ-થરાદના છ તાલુકા તેમજ પાટણના સાંતલપુર-રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને કમોસમી વરસાદની સંપૂર્ણ સહાય મળશે. મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
Advertisement
- શંકર ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં વાવ-થરાદનો પ્રથમ નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયો
- મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળી પણ રહ્યા હાજર
- રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રહ્યા ઉપસ્થિત
- સ્નેહમિલન કાર્યક્રમમાં શંકર ચૌધરીનું સહાય મામલે નિવેદન
- "વાવ થરાદ જિલ્લાના છ તાલુકાના ખેડૂતોને મળશે સહાય"
નૂતન વર્ષ નિમિત્તે વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળી તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હાજર રહ્યા હતા.આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડૂતોને સંબોધતા મહત્ત્વની વાત કહી હતી. તેમણે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, વાવ અને થરાદ જિલ્લાના છ તાલુકાના તમામ ખેડૂતોને સરકાર દ્વારા નિયમાનુસાર સહાય પૂરી પાડવામાં આવશે.આ જાહેરાતથી નૂતન વર્ષના પ્રથમ દિવસે જ અસરગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળી છે. જુઓ સંપૂર્ણ અહેવાલ......
Advertisement


