Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બે દિવસ બાદ લાગુ થનારો 6 એરબેગનો નિયમ હવે આ તારીખે થશે અમલી, જાણો કારણ

સરકારે પેસેન્જર કારો M1 કેટેગરીમાં 6 એરબેગ ફરજીયાત કરવાના પ્રસ્તાવને એક વર્ષ માટે 1 ઓક્ટોબર 2023 સુધી ટાળ્યો છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) ગુરૂવારે આ અંગે જાણકારી આપી. અગાઉ સરકાર આ નિયમ બે દિવસ બાદ એટલે કે 1 ઓક્ટોબર 2022ના રોજ 8 સીટોવાળા વાહનમાં છ એરબેગ ફરજીયાત કરવાની હતી.ઓટો ઈન્ડસ્ટ્રી હાલ ગ્લોબલ સપ્લાઈ ચેન સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણàª
બે દિવસ બાદ લાગુ થનારો 6 એરબેગનો નિયમ હવે આ તારીખે થશે અમલી  જાણો કારણ
Advertisement
સરકારે પેસેન્જર કારો M1 કેટેગરીમાં 6 એરબેગ ફરજીયાત કરવાના પ્રસ્તાવને એક વર્ષ માટે 1 ઓક્ટોબર 2023 સુધી ટાળ્યો છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) ગુરૂવારે આ અંગે જાણકારી આપી. અગાઉ સરકાર આ નિયમ બે દિવસ બાદ એટલે કે 1 ઓક્ટોબર 2022ના રોજ 8 સીટોવાળા વાહનમાં છ એરબેગ ફરજીયાત કરવાની હતી.
ઓટો ઈન્ડસ્ટ્રી હાલ ગ્લોબલ સપ્લાઈ ચેન સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને 1 વર્ષ માટે ટાળ્યો છે. ગડકરીએ કારમાં 6 એરબેગ આપવાની યોજના પર ગત વર્ષથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલા મંત્રાલયે 1લી જુલાઈ 2019થી ડ્રાઈવર એરબેગ અને 1લી જાન્યુઆરી 2022થી ફ્રંટ પેસેન્જર એરબેગને ફરજીયાત કરી હતી. હાલ કોઈ પણ કારને બેઝ વેરિએન્ટમાં 2 એરબેગ્સ મળે છે જેમાં એક ડ્રાઈવર અને બીજા ફ્રન્ટ પેસેન્જર માટે હોય છે.
ગડકરીનું ટ્વીટ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) ગુરૂવારે ટ્વીટ (Tweet) કરી જાણકારી આપી કે, 1 ઓક્ટોબર 2023થી કારોમાં 6 એરબેગ ફરજિયાત હશે. ઓટો ઉદ્યોગની સામે રહેલા વૈશ્વિક સપ્લાઈ ચેઈનની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા આ પ્રસ્તાવ માટે આગલા વર્ષની આ તારીખ નક્કી કરવામાં આવી છે. વાહનની કિંમત અને પ્રકારોને ધ્યાનમાં લીધા વિના મોટર વાહનોમાં મુસાફરી કરતા તમામ મુસાફરોની સલામતી એ મુખ્ય પ્રાથમિકતા છે.

જાન્યુઆરીમાં આવ્યો હતો પ્રસ્તાવ
પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જાન્યુઆરી 2022માં જાહેર કરેલા નોટિફિકેશનમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે, 01 ઓક્ટોબર, 2022 પછી ઉત્પાદિત તમામ M1 કેટેગરીની કાર માટે 6 એરબેગ્સ ફરજિયાત કરી દેવી જોઈએ. મંત્રાલયના પ્રસ્તાવ મુજબ M1 શ્રેણીની કારમાં બે સાઇડ ટોર્સો એરબેગ્સ અને બે બાજુના કોર્ટેન ટ્યુબ એરબેગ્સ હોવી જોઈએ. આ સિવાય બે ફ્રન્ટ એરબેગ્સ હોવા જોઈએ. આ રીતે કુલ 6 એરબેગ્સની જોગવાઈ કરવામાં આવી હતી. જો કે આ માટે 1 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ સપ્લાય ચેઇન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને તેને આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.
ફરજીયાત એરબેગ પર શું કહે છે નિષ્ણાતો?
ઓટો એક્સપર્ટના મત મુજબ એન્ટ્રી લેવલ મોડલમાં 6 એરબેગથી કારની કિંમતો લગભગ 30 હજાર રૂપિયા વધી શકે છે. પાછળની સીટોના પેસેન્જર્સ માટે 4 એરબેગ ફીટ કરવામાં 8 હજારથી 9 હજાર રૂપિયાનો ખર્ચ આવી શકે છે. એક એરબેગની કિંમત લગભગ 1,800 રૂપિયા હોય છે જ્યારે સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં પૈસા ખર્ચાશે. ડિવાઈસ અને લેબર કોસ્ટ પર વધી જશે.
આ રીતે કામ કરે છે એરબેગ
વાહનની સામે કોઈ પણ અન્ય વાહન કે ભારે વસ્તુ ટકરાય ત્યારે એક સેકન્ડથી પણ ઓછા સમયમાં એરબેગ ખુલી જાય છે અને પેસેન્જરને સુરક્ષિત કરીને શરીરને ડેશબોર્ડ સાથે અથડાતા અટકાવી દે છે. એર બેગ સંપૂર્ણપણે સુરક્ષા આપે તે માટે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. જો સીટબેલ્ટ લગાવવામાં ના આવે તો એરબેગ જ નુકસાન પહોંચાડી શકે છે અને ગરદન અને ચહેરા પર ઈજા પહોંચી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.

×