AAP ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ રાહત નહીં, જેલવાસ ફરીવાર લંબાયો!
AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.
Advertisement
- AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ રાહત નહીં
- ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં
- ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં પડી મુદત
- ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી
- 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરાશે
AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત સરકાર વતી વકીલે વધુ સમયની માંગણી કરતાં કોર્ટે આગામી સુનાવણી માટે 5 ઓગસ્ટની તારીખ નિશ્ચિત કરી છે. નર્મદા જિલ્લાના (Narmada) ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ધરપકડ થયા બાદ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, તેમની જામીન અરજી પર હવે નવી તારીખે ચર્ચા થશે.
આ પણ વાંચો : VADODARA : AAP MLA ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા
Advertisement
Advertisement


