Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માત્ર ભારતમાં જ નહીં, પાકિસ્તાન અને ચીનમાં પણ પૂરની તબાહી જોવા મળી

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાકિસ્તાન અને ચીનમાં પણ પૂરની તબાહી જોવા મળી રહ્યું છે. એક બાજુ પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. જ્યારે બીજી બાજુ ચીનમાં ભારે વરસાદના કારણે, દેશના હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વાવાઝોડા માટે ચેતવણી જાહેર કરી છે.પાકિસ્તાન અને ચીનમાં પૂરથી તબાહીપાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાનચીનમાં વાવાઝોડા માટે ચેતવણી જાહેરપાકિસ્તાનમાàª
માત્ર ભારતમાં જ નહીં  પાકિસ્તાન અને ચીનમાં પણ પૂરની તબાહી જોવા મળી
Advertisement
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાકિસ્તાન અને ચીનમાં પણ પૂરની તબાહી જોવા મળી રહ્યું છે. એક બાજુ પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. જ્યારે બીજી બાજુ ચીનમાં ભારે વરસાદના કારણે, દેશના હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વાવાઝોડા માટે ચેતવણી જાહેર કરી છે.
  • પાકિસ્તાન અને ચીનમાં પૂરથી તબાહી
  • પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન
  • ચીનમાં વાવાઝોડા માટે ચેતવણી જાહેર
  • પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 165 લોકોના મોત
  • પૂરમાં 171 અન્ય લોકો છે ઇજાગ્રસ્ત
  • વરસાદ દરમિયાન 350 મકાનો સંપૂર્ણપણે નાશ
પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. પાકિસ્તાનના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મળતી માહીતી મુજબ પાકિસ્તાનમાં  અત્યાર સુધીમાં 165 લોકોના મોત થયા છે.  અને 171 અન્ય લોકો ઘાયલ થયા છે. દેશનો દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે.  જ્યાં મુશળધાર વરસાદને કારણે 65 લોકોના મોત થયા હતા..   પ્રાંતીય રાજધાની કરાચી સહિત સિંધ પ્રાંતમાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે દેશના વિવિધ ભાગોમાં કુલ 1,319 પ્રાણીઓના મોત થયા છે. મુશળધાર વરસાદ દરમિયાન લગભગ 350 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને અન્ય 781 આંશિક રીતે નાશ પામ્યા હતા. આ વચ્ચે પાકિસ્તાનમાં NDMA દ્વારા દેશભરમાં રાહત કામગીરી ચાલી રહી છે. 
Tags :
Advertisement

.

×