હવે સામાન્ય જનતા આતંકીઓના નિશાને, બાંદીપોરામાં એક બિન-કાશ્મીરીની ગોળી મારી કરી હત્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી નાપાક હરકતો કરી હોવાનું સામે આવી રહ્યું છે. ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના સાદુનારા સુમ્બલમાં બિહારના એક મજૂરને ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક મજૂરની ઓળખ મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે, જે બિહારના મધેપુરાનો રહેવાસી છે. ગોળી વાગ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હàª
03:41 AM Aug 12, 2022 IST
|
Vipul Pandya
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી નાપાક હરકતો કરી હોવાનું સામે આવી રહ્યું છે. ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના સાદુનારા સુમ્બલમાં બિહારના એક મજૂરને ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક મજૂરની ઓળખ મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે, જે બિહારના મધેપુરાનો રહેવાસી છે. ગોળી વાગ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર કેમ તવાઇ કરવામાં આવી રહી છે તે તમે આજે થયેલી ઘટના પરથી સમજી શકશો. સતત સર્ચ ઓપરેશને આતંકીઓની કમર તોડી નાખી છે. જેના કારણે ગુસ્સે થયેલા આતંકીઓ હવે સામાન્ય જનતાને પોતાના નિશાન બનાવી રહ્યા છે. ઘાટીમાં ફરી એકવાર ગોળીબાર અને હત્યાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે વહેલી સવારે અહીં બાંદીપોરાના અજસ તહસીલના સાદુનારા ગામમાં આતંકવાદીઓ દ્વારા એક બિન-કાશ્મીરીને ઠાર કરવામાં આવ્યો હતો. મૃતક બિહારનો રહેવાસી હતો. મૃતકની ઓળખ મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે. આ 19 વર્ષનો યુવક મજૂર હતો, જે બિહારના મધેપુરા જિલ્લાના બેસદ ગામનો રહેવાસી હતો. તેના પિતાનું નામ મોહમ્મદ જલીલ હોવાનું કહેવાય છે.
મળી રહેલી માહિતી અનુસાર, બાંદીપોરામાં શુક્રવારે વહેલી સવારે આતંકવાદીઓએ બિહારના એક પ્રવાસી મજૂરને ગોળી મારી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘેરાબંધી કરી હતી. આતંકીઓની શોધખોળ ચાલુ છે. આતંકીઓનો શિકાર બનેલો અમરેજ અહીં કામ અર્થે આવ્યો હતો. તેના વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઘટના અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ મધરાતની ઘટના છે. બાંદીપોરાના સાદુનારા સુમ્બલમાં આતંકવાદીઓએ એક મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. મૃતકને બચાવવા તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ પહેલીવાર નથી કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓની ટાર્ગેટ કિલિંગ થઇ હોય. આ પહેલા એપ્રિલમાં, કુલવામા જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વ્યક્તિની ઓળખ સતીશ સિંહ રાજપૂત તરીકે થઈ હતી. આતંકવાદી સંગઠનો બિન-કાશ્મીરીઓને ઘાટી છોડવાની ચેતવણી આપી રહ્યા છે. આ ચેતવણી કાશ્મીરી પંડિતોને આપવામાં આવી રહી છે કે તેઓ ખીણ છોડીને ચાલ્યા જાય.
આ પણ વાંચો - બડગામમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર
Next Article