Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે નેપાળી ક્રિકેટરે પુષ્પા ફિલ્મના અંદાજમાં કર્યું સેલિબ્રેશન, જુઓ Video

સાઉથની ફિલ્મ પુષ્પાનો ક્રેઝ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટર હોય કે વિદેશી ક્રિકેટર ઘણીવાર તેઓ પુષ્પાનો સિગ્નેચર અંદાજ કરતા જોવા મળ્યા છે. હવે તાજેતરમાં એકવાર ફરી ફિલ્મના ડાયલોગ્સની નકલ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરને પુષ્પા ફિલ્મના ડાયલોગની નકલ કરતા ઘણીવાર જોવા મળી જાય છે પરંતુ આ વખતે નેપાળી ક્રિકેટરે પુષ્પા ફિલ્મના ડાયલોગની નકલ કરી છે. જ
હવે નેપાળી ક્રિકેટરે પુષ્પા ફિલ્મના અંદાજમાં કર્યું સેલિબ્રેશન  જુઓ video
Advertisement
સાઉથની ફિલ્મ પુષ્પાનો ક્રેઝ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટર હોય કે વિદેશી ક્રિકેટર ઘણીવાર તેઓ પુષ્પાનો સિગ્નેચર અંદાજ કરતા જોવા મળ્યા છે. હવે તાજેતરમાં એકવાર ફરી ફિલ્મના ડાયલોગ્સની નકલ કરવામાં આવી છે. 
ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરને પુષ્પા ફિલ્મના ડાયલોગની નકલ કરતા ઘણીવાર જોવા મળી જાય છે પરંતુ આ વખતે નેપાળી ક્રિકેટરે પુષ્પા ફિલ્મના ડાયલોગની નકલ કરી છે. જીહા, નેપાળની સ્પિનર ​​સીતા રાણાએ બીજી વખત અલ્લુ અર્જુનના પુષ્પા અવતારની નકલ કરી છે. તે ડગઆઉટમાં બેસીને અલ્લુ અર્જુનની સ્ટાઈલની નકલ કરી રહી હતી. અગાઉ, વિકેટ લીધા પછી પણ તેણે આ જ શૈલીમાં ઉજવણી કરી હતી. મહત્વનું છે કે, આ સમયે દુબઈમાં ફેર બ્રેક ઈન્વિટેશનલ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. જ્યા આ ઘટના શુક્રવારે ટોર્નેડો વુમેન્સ અને વોરિયર્સ વિમેન્સ વચ્ચેની મેચ દરમિયાન બની હતી. આ ટુર્નામેન્ટ દ્વારા આયર્લેન્ડ, નેપાળ, થાઈલેન્ડની મહિલા ક્રિકેટરોને કેટલીક જાણીતી ખેલાડીઓ સાથે ભાગ લેવાની તક મળી છે. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં સીતા રાણાએ ગેબી લુઈસની વિકેટ લીધા બાદ અલ્લુ અર્જુન સ્ટાઈલમાં ઉજવણી કરી હતી.

સાઉથ ઈન્ડિયન સિનેમા હાલમાં એક એવી ઉંચાઇ પર છે કે જેણે બોલિવૂડની ફિલ્મોને સાઇડ પર લાવી દીધુ છે. હમણા થોડા જ વર્ષોમાં સાઉથની ફિલ્મોએ લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી દીધી છે. બાહુબલી, RRR, પુષ્પા, KGF આ ફિલ્મોએ સાઉથની ફિલ્મોને એક અલગ જ સ્થાન આપ્યું છે. પરંતુ જો થોડા દિવસો પહેલા આવેલી પુષ્પા ફિલ્મની વાત કરીએ તો તેમા જે સિગ્નેચર સ્ટેપ અને જે સિગ્નેચર ડાયલોગ હતો તેનાથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. તેને લોકો ખૂબ જ પસંદ કરવા લાગ્યા છે. આ જ કારણ છે કે, ક્રિકેટર હોય કે પછી નેતા પુષ્પા ફિલ્મના સિગ્નેચર ડાયલોગને તમામ હવે કરતા જોવા મળી જાય છે. ક્રિકેટ જગતમાં પણ ખેલાડીઓ અલ્લુ અર્જુનના પુષ્પા અવતારની સતત નકલ કરી રહ્યા છે. વિકેટ લીધા બાદ ઘણા બોલરો પુષ્પા સ્ટાઈલમાં જશ્ન મનાવી રહ્યા છે. ડ્વેન બ્રાવોથી લઈને બાંગ્લાદેશના શાકિબ અલ હસન સુધીના ઘણા ખેલાડીઓએ આ શૈલીમાં ઉજવણી કરી છે. હવે નેપાળની ક્રિકેટર સીતા રાણાએ પણ પુષ્પાના અંદાજમાં ઉજવણી કરી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×