Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે તમે કોઈને પણ જાણ ન થાય એ રીતે Whatsapp ગ્રૂપમાંથી બહાર નીકળી શકો છો

આજે મોટાભાગના લોકો પોતાનો સમય મોબાઈલમાં પસાર કરતા હોય છે. તેમાં પણ આજે વોટ્સએપ, ફેસબૂક, ટેલિગ્રામ જેવી અનેક એપ એન્ડ્રોઇડ મોબાઈલમાં આવે છે. જેમાં આજે મોટાભાગના લોકો વ્યસ્ત રહે છે. તેમાં પણ સૌથી વધુ  સમય પસાર જે એપમાં કરતા હોય તો તે છે વોટ્સએપ .વોટ્સએપ તેના યુઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ લોન્ચ કરતુ હોય છે હવે વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે. જેમાં યુઝર્સ કોઈ પણ જાણકારી વગર ચૂપચાપ ગ્à
હવે તમે કોઈને પણ જાણ ન થાય એ રીતે whatsapp ગ્રૂપમાંથી બહાર નીકળી શકો છો
Advertisement
આજે મોટાભાગના લોકો પોતાનો સમય મોબાઈલમાં પસાર કરતા હોય છે. તેમાં પણ આજે વોટ્સએપ, ફેસબૂક, ટેલિગ્રામ જેવી અનેક એપ એન્ડ્રોઇડ મોબાઈલમાં આવે છે. જેમાં આજે મોટાભાગના લોકો વ્યસ્ત રહે છે. તેમાં પણ સૌથી વધુ  સમય પસાર જે એપમાં કરતા હોય તો તે છે વોટ્સએપ .
વોટ્સએપ તેના યુઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ લોન્ચ કરતુ હોય છે હવે વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે. જેમાં યુઝર્સ કોઈ પણ જાણકારી વગર ચૂપચાપ ગ્રુપ છોડી શકે છે. અત્યારે જો કોઈ યુઝર વોટ્સએપમાં ગ્રુપમાંથી બહાર નીકળે છે તો ગ્રુપના અન્ય સભ્યોને તેની માહિતી મળે છે. પરંતુ હવે નવું ફીચર આવ્યા બાદ આવું નહીં થાય. 
આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની નવી સિસ્ટમમાં લોકોને કોઈપણ સંકોચ વિના ગ્રૂપ છોડવાની તક મળશે. જે ઘણા લોકો માટે ઉપયોગી નીવડશે.વોટ્સએપ સતત નવા ફીચર્સ લોન્ચ કરે છે અને સાથે સાથે ઘણા નવા ઈમોજી પણ લાવે છે, જેના કારણે યુઝર્સમાં તેનું આકર્ષણ રહે છે.
 કોઈ પણ માહિતી વિના ગ્રુપ એક્ઝિટ  કરી શકાશે:
Whatsapp બીટા ટ્રેકર WABetainfo દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટ અનુસાર, હવે જ્યારે પણ કોઈ યૂઝર વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળશે તો કોઈને પણ આની જાણ નહીં થાય, તેની જાણ માત્ર યૂઝર અને ગ્રુપ એડમિનને જાણ થશે. તેનો અર્થ એ છે કે  તમે ગ્રુપમાંથી એક્ઝિટ  થશો તેની જાણ  ગ્રુપમાં  કોઈને થશે પણ નહિ .
Tags :
Advertisement

.

×