50 કેસ પૂર્ણ થાય તેની સામે 100 નવા આવે છે
ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસની સંખ્યા પાંચ કરોડને પાર થઈ ચુકી છે. જેને લઈને કાયદા અને ન્યાયમંત્રી કિરણ રિજ્જૂએ (kiren rijiju) શનિવારે જણાવ્યું કે, જો કોઈ જજ 50 કેસો પતાવે તેની સામે 100 નવા કેસો નોંધાઈ જાય છે. કારણ કે લોકો હવે વધુ જાગૃત છે અને તેઓ વિવાદોની પતાવટ માટે કોર્ટમાં પહોંચી રહ્યાં છે. રિજ્જૂએ રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં સશસ્ત્ર દળ ટ્રિબ્યુનલના કામકાજ પર એક સમ્મેલનને સંબોધિàª
Advertisement
ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસની સંખ્યા પાંચ કરોડને પાર થઈ ચુકી છે. જેને લઈને કાયદા અને ન્યાયમંત્રી કિરણ રિજ્જૂએ (kiren rijiju) શનિવારે જણાવ્યું કે, જો કોઈ જજ 50 કેસો પતાવે તેની સામે 100 નવા કેસો નોંધાઈ જાય છે. કારણ કે લોકો હવે વધુ જાગૃત છે અને તેઓ વિવાદોની પતાવટ માટે કોર્ટમાં પહોંચી રહ્યાં છે. રિજ્જૂએ રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં સશસ્ત્ર દળ ટ્રિબ્યુનલના કામકાજ પર એક સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, સરકાર કોર્ટમાં પેન્ડિંગ કેસોને ઘટાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.
કાયદા મંત્રીએ ચોમાસું સત્રમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, દેશભરની કોર્ટોમાં 4.83 કરોડથી વધારે કેસો પેન્ડિંગ છે. નીચલી કોર્ટમાં ચાર કરોડથી વધારે અને સુપ્રીમ કોર્ટમાં 72,000થી વધારે કેસ પેન્ડિંગ છે. મંત્રીએ કહ્યું કે, મધ્યસ્થી પર પ્રસ્તાવિત કાયદાથી વિવાદના વેકલ્પિક સમાધનની સિસ્ટમ પર નવેસરથી ધ્યાન દઈને કોર્ટમાં કેસોની સંખ્યા ઓછી કરવામાં મદદ મળશે. રિજ્જૂએ કહ્યું કે, ભારત અને અન્ય દેશોમાં પેન્ડિંગ કેસોની તુલના કરી શકાય નહી કારણ કે, આપણી સમસ્યા અલગ છે.
તેમણે કહ્યું કે, કેટલાક દેશો એવા પણ છે જેની વસ્તી પાંચ કરોડ પણ નથી જ્યારે ભારતમાં પેન્ડિંગ કેસોની સંખ્યા પાંચ કરોડની નજીક છે. તેમણે આશ્વાસન આપ્યું કે, કાયદા મંત્રાલય ત્વરિત ન્યાય આપવામાં સશસ્ત્રદળ ટ્રિબ્યુનલની શક્ય મદદ કરશે.
જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના જજ ડી.વાય.ચંદ્રચૂડે (Judge DY Chandrachud) પુણેના એક કાર્યક્રામમાં કહ્યું કે, ભારતની કોર્ટો પર બોજ ખુબ છે. અનેક કેસો પેન્ડિંગ છે. જેના સમાધાન માટે 'મધ્યસ્થી' જેવી વિવાદ સમાધાન સિસ્ટમ ઉપયોગી ટૂલ તરીકે કામ કરશે. જસ્ટીસ ચંદ્રચૂડે શુક્રવારે પુણેની ઈન્ડિયન લૉ સોસાયટીના ILS સેન્ટર ફોર ઓર્બિટેશન એન્ડ મીડિએશન (ILSCA)નું ઉદ્ઘાટન કર્યાં બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે ભારતની કોર્ટમાં કેટલો બોજ છે અને કેટલાંય કેસો પેન્ડિંગ છે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા કરવામાં આવેલી સ્ટડી પ્રમાણે વર્ષ 2010 થી 2020 વચ્ચે ભારતની કોર્ટોમાં પેન્ડિંગ કેસોમાં વાર્ષિક 2.8%નો વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારી દરમિયાન સામે આવેલા કેસોએ પડતર કેસોની સંખ્યા વધારી દીધી છે. આંકડાઓ પ્રમાણે જિલ્લાઓ અને તાલુકાન કોર્ટોમાં 4.1 કરોડથી વધારે કેસો પેન્ડિંગ છે. લગભગ 59 લાખ કેસો અલગ-અલગ હાઈકોર્ટ્સમાં પેન્ડિંગ છે.


