Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓડિશાના નકલી ડોક્ટરે કર્યા 18 લગ્ન, પતિને મદદ કરવા બદલ બીજી પત્નીની ધરપકડ, જામનગર સાથે છે કનેક્શન

ઓડિશામાં એક નકલી ડૉક્ટરની બીજી પત્નીની પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ નકલી ડોક્ટરે 18 વખત લગ્ન કર્યા છે અને તેની બીજી પત્ની અન્ય પત્નીઓ સાથે છેતરપિંડી કરવામાં મદદ કરતી હતી.  66 વર્ષિય રમેશ ચંદ્ર સ્વૈન ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાના દરિયાકાંઠાના એક ગામનો વતની છે. જેણે 38 વર્ષના સમયની અંદર સાત રાજ્યોમાં 18 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. તેણે ડોક્ટર હોવાનું જણાવીને મહà
ઓડિશાના નકલી ડોક્ટરે કર્યા 18 લગ્ન  પતિને મદદ કરવા બદલ બીજી પત્નીની ધરપકડ  જામનગર સાથે છે કનેક્શન
Advertisement
ઓડિશામાં એક નકલી ડૉક્ટરની બીજી પત્નીની પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ નકલી ડોક્ટરે 18 વખત લગ્ન કર્યા છે અને તેની બીજી પત્ની અન્ય પત્નીઓ સાથે છેતરપિંડી કરવામાં મદદ કરતી હતી.  66 વર્ષિય રમેશ ચંદ્ર સ્વૈન ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાના દરિયાકાંઠાના એક ગામનો વતની છે. જેણે 38 વર્ષના સમયની અંદર સાત રાજ્યોમાં 18 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. તેણે ડોક્ટર હોવાનું જણાવીને મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
પોલીસે જણાવ્યું કે સ્વૈનની બીજી પત્ની જે વ્યવસાયે મેડિકલ પ્રેક્ટિશનર છે. તેની આ છેતરપિંડીમાં સ્વૈનને મદદ કરવા બદલ સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ કરાયેલ મહિલા ગુજરાતના જામનગરમાં કામ કરતી હતી અને 23 ફેબ્રુઆરીએ સ્વૈનની ધરપકડ બાદથી તે ફરાર હતી. અગાઉ પોલીસે અન્ય એક મહિલાની પણ ધરપકડ કરી હતી જેણે સ્વૈનની બહેન હોવાનો દાવો કર્યો હતો. સ્વૈનની કથિત બહેનની પણ તેને ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરવામાં મદદ કરવા બદલ  છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સ્વૈનની પૂછપરછ દરમિયાન પોલીસને આમાં તેની બીજી પત્નીની સંડોવણી વિશે જાણવા મળ્યું હતું.
સ્વૈનના પ્રથમ લગ્ન 1982માં થયા હતા
પાંચ બાળકોના પિતા સ્વૈને પ્રથમ લગ્ન વર્ષ 1982માં અને બીજા લગ્ન વર્ષ 2002માં કર્યા હતા. વર્ષ 2002થી 2020 દરમિયાન તેણે મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા ઘણી મહિલાઓનો સંપર્ક કર્યો અને તેમની સાથે લગ્ન કર્યા. પોલીસનું કહેવું છે કે તે આધેડ વયની મહિલાઓને ટાર્ગેટ કરતો હતો કે જેઓ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર લાઈફ પાર્ટનર શોધી રહી હોય. લગ્ન કર્યા બાદ તે મહિલાઓ પાસેથી પૈસા પડાવી લેતો અને પછી તેમને છોડીને જતો રહેતો હતો.
પોતાને સરકારી ડોક્ટર ગણાવતો
સ્વૈન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નાયબ મહાનિદેશક તરીકે નિયુક્ત કરાયેલા ડૉક્ટર તરીકે પોતાની ઓળખ આપતો હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો અને તે પછી તે ફરાર થઈ ગયો હતો. જુલાઈ 2021 માં દિલ્હી સ્થિત એક શિક્ષિકાઓ મહિલા પોલીસ સ્ટેશનમાં સ્વૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેના આ કારનામા સાામે આવ્યા હતા. પછી તેની પ્રવૃત્તિઓ વિશેની માહિતી મળી. શિક્ષિકાએ કહ્યું હતું કે સ્વૈને 2018માં મારી સાથે લગ્ન કર્યા હતા અને મને ભુવનેશ્વરમાં રાખતો હતો.  પોલીસમાં કેસ નોંધાયા બાદ સ્વૈન ભુવનેશ્વરથી ભાગી ગયો હતો અને આસામમાં બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. જ્યારે તે લગભગ છ મહિના પછી શહેરમાં પાછો આવ્યો અને ઘરે પહોંચ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી.
Tags :
Advertisement

.

×