OLA ઇલેક્ટ્રિકનો ચહેરો ગણાતા કર્મચારીએ આપ્યું રાજીનામું
Ola Electricના ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) વરુણ દુબેએ અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એક દિવસ પહેલા જ કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર (CTO) દિનેશ રાધાક્રિષ્નને પણ રાજીનામું આપી દીધું હતું. એક તરફ OLA કંપની તકનીકી સમસ્યાઓ અને મોટી સંખ્યામાં ગ્રાહકોની ફરિયાદોથી ઝઝૂમી રહી છે.ગયા અઠવાડિયે જ એવું માનવામાં આવી રહ્યું હતું કે થોડા સમયમાં OLA કાર્સના CEO અરુણ શ્રીદેશમુખ અને Olaના ગ્રુપ સ્ટ્રેટેàª
Advertisement
Ola Electricના ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) વરુણ દુબેએ અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એક દિવસ પહેલા જ કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર (CTO) દિનેશ રાધાક્રિષ્નને પણ રાજીનામું આપી દીધું હતું. એક તરફ OLA કંપની તકનીકી સમસ્યાઓ અને મોટી સંખ્યામાં ગ્રાહકોની ફરિયાદોથી ઝઝૂમી રહી છે.
ગયા અઠવાડિયે જ એવું માનવામાં આવી રહ્યું હતું કે થોડા સમયમાં OLA કાર્સના CEO અરુણ શ્રીદેશમુખ અને Olaના ગ્રુપ સ્ટ્રેટેજી ચીફ અમિત આંચલ રાજીનામું આપી રહ્યા છે. OLA લિસ્ટિંગ પ્લાનમાં વિલંબ અને કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં ટેક્નિકલ ખામીના અહેવાલો વચ્ચે તેમના રાજીનામાના સમાચાર મહત્ત્વપૂર્ણ છે.
અરુણ શ્રીદેશમુખ ઓલા ઇલેક્ટ્રિકના 'ગો ટુ માર્કેટ' સેગમેન્ટને પણ સંભાળતા હતા. પરંતુ હવે તેણે કંપની છોડવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવતું હતું કે અમિત આંચલ ઓલાના IPO પ્લાનમાં મુખ્ય ભૂમિકા ભજવશે પરંતુ તેમના રાજીનામાના સમાચાર વચ્ચે કંપનીની ફંડ એકત્ર કરવાની યોજના હવે ખોરવાય જશે.
OLAના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે વરુણ દુબે અંગત કારણોસર કંપની છોડી રહ્યા છે. થોડા મહિના પહેલા સુધી વરુણ કંપનીનો ચહેરો હતો. જે મીડિયાના પ્રશ્નો અને વાહનોની ડિલિવરી અને ગુણવત્તા અંગેની ટીકાઓનો જવાબ આપતો હતો. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે વરુણે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કામ પર આવવાનું બંધ કરી દીધું હતું.
OLAએ ટોચના સ્તરે ધરખમ ફેરફારો કર્યા છે. Olaના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલે કંપનીમાં તેમની જવાબદારીઓ બદલીને, કંપનીના રોજિંદા કામકાજથી પોતાને દૂર કર્યા છે. તેના બદલે તે હવે એન્જિનિયરિંગ કાર્યો, ટીમ નિર્માણ અને ઉત્પાદનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે ટુ-વ્હીલર, કાર અને ઝડપી વ્યાપાર જેવા લાંબા ગાળાના વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદેશમાં કંપનીના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Olaની રોજિંદી કામગીરી હવે GR અરુણ કુમાર દ્વારા સાંભળવામાં આવી રહી છે. જેઓ હાલમાં Olaના ગ્રુપ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) અને Ola Electricના CFO છે. જીઆર અરુણ કુમાર લગભગ એક વર્ષ પહેલા ઓલામાં જોડાયા હતા.


