પતિ સાથે 84મા જન્મદિવસની ઉજવણી કરતાં વૃદ્ધાની આંખ આંસુથી છલકાયી, જુઓ video
સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં જન્મદિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવવાનું પસંદ કરે છે. તેમાં પણ જો તમારી ઉંમરના છેલ્લા તબક્કાનો જન્મદિવસ હોય તો તે વધુ ખાસ બની જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક 84 વર્ષની મહિલા પોતાનો જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. આ દરમિયાન મહિલાને ભાવુક થતી જોઈને બધાના àª
Advertisement
સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં જન્મદિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવવાનું પસંદ કરે છે. તેમાં પણ જો તમારી ઉંમરના છેલ્લા તબક્કાનો જન્મદિવસ હોય તો તે વધુ ખાસ બની જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક 84 વર્ષની મહિલા પોતાનો જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. આ દરમિયાન મહિલાને ભાવુક થતી જોઈને બધાના દિલ દ્રવી ઉઠ્યા છે.
વિડીયોમાં એક વૃદ્ધ મહિલા રેસ્ટોરન્ટમાં તેના પતિ સાથે બેઠેલી છે. ત્યારે રેસ્ટોરન્ટનો સ્ટાફ ખુબજ જોશપૂર્વક અને ઉત્સાહથી વૃદ્ધ મહિલાના જન્મદિવસની જાહેરાત કરતો અને તેને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જ્યારે આ બન્યું ત્યારે વૃદ્ધ મહિલા ખૂબ જ ભાવુક જોવા મળી હતી.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ગુડ ન્યૂઝ ડોગ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં 'આ બહુંજ સુંદર છે.. હેપી બર્થડે, રોઝી!' તેવું લખાયેલું છે. વિડીયોમાં વૃદ્ધ મહિલાની અભિવ્યક્તિને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ભાવુક થતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર દરેકને પસંદ આવી રહ્યો છે. વિડિયોને 10 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને 2 મિલિયન યુઝર્સે તેને પસંદ કર્યો છે.


