દિવાળીના પાવન પર્વ પર બોલિવૂડના વરિષ્ઠ અને હાસ્ય કલાકાર Govardhan Asrani એ દુનિયાને કહ્યું અલવિદા, Video
RIP Asrani : વરિષ્ઠ હિન્દી સિનેમાના કલાકાર અને દિગ્દર્શક ગોવર્ધન અસરાનીનું સોમવારે, 20 ઓક્ટોબરના રોજ મુંબઈની જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 84 વર્ષની વયે નિધન થયું હતું. તેમના મેનેજર બાબુભાઈ થિબાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી.
અભિનેતાની અંતિમ ઈચ્છા અનુસાર, પરિવારે તેમના નિધનના સમાચારને ગુપ્ત રાખ્યા હતા અને કોઈ પણ પ્રકારના હોબાળા કે ઔપચારિક જાહેરાત વિના સાંતાક્રુઝના શાસ્ત્રીનગર સ્મશાનગૃહ ખાતે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શાંતિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અસરાનીએ તેમના પત્ની મંજુ અસરાનીને અગાઉથી જ કહી દીધું હતું કે તેમના અવસાન બાદ કોઈ હંગામો ન થવો જોઈએ, જેનું પાલન પરિવારે કર્યું હતું, આમ કરીને તેમને એક શાંતિપૂર્ણ વિદાય આપવામાં આવી.
આ પણ વાંચો : શોલેના જેલર: અસરાનીના આઇકોનિક 'હમ અંગ્રેજો કે જમાને કે...' રોલ પાછળ છે હિટલરનું રહસ્ય!


