ભાઈબીજના દિવસે માધવપુર બન્યું મીની મથુરા
પોરબંદરના માધવપુર ધેડમાં ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર -દૂરથી સ્નાન કરવા આવી પહોંચતા હોય છે. માધવપુરના સમુદ્રમાં ભાઈબીજના દિવસે સ્નાન કરે તો પણ યમુનાજી સ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી લોકવાયકા રહેલી છે.ભાઈબીજના દીવસે પોરબંદરના માધવપુરમાં શ્રધ્ધાળુઓનો સાગર ઉમટી પડયો હતો. માધવરાયજીના દર્શન ક
Advertisement
પોરબંદરના માધવપુર ધેડમાં ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર -દૂરથી સ્નાન કરવા આવી પહોંચતા હોય છે. માધવપુરના સમુદ્રમાં ભાઈબીજના દિવસે સ્નાન કરે તો પણ યમુનાજી સ્નાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી લોકવાયકા રહેલી છે.
ભાઈબીજના દીવસે પોરબંદરના માધવપુરમાં શ્રધ્ધાળુઓનો સાગર ઉમટી પડયો હતો. માધવરાયજીના દર્શન કરવાની સાથે સમુદ્રમાં સ્નાન કરી અને પુણ્યનુ ભાથ્થુ બાધ્યુ હતુ તેમજ સ્થાનીકો ઉપરાંત પ્રવાસીઓ પણ ઉમટી પડયા હતા.
દીપોત્સવી અને નૂતનવર્ષ ઉજવણી બાદ ભાઈબીજની પણ ઉજણવણી કરવામાં આવી હતી પોરબંદરના માધવપુરમાં ભગવાન માધવરાયજી બીરાજે છે. આજે ભાઈબીજના દિવસે માધવપુર મથુરા બની ગયુ હતુ. માધવરાયજીના દર્શન કરવામા માટે મોટી સંખ્યામા શ્રધ્ધ્ાાળુ ઉમટી પડયા હતા સાથે સમુદ્ર મા સ્નાન કરી અને પુણ્યનુ ભાથ્થુ બાંધ્યું.
સામાન્ય રીતે માધવપુર મા આજે ભાઈબીજના દીવસે સમુદ્રમા સ્નાન કરવાનુ ખાસ મહત્વ છે આજે ભાઈબીજના દીવસે માધવપુરના દરીયામા યમુના મહારાણી બીરાજતા હોવાની એક ધાર્મિક માન્યતા રહેલી છે. આથી આ દીવસે સમુદ્રમા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થતુ હોવાથી હજારોની સંખ્યામા શ્રદ્ધાળૂઓ એ સમુદ્ર મા સ્નાન કરવામા માટે ઉમટી પડયા હતા.
માધવપુરમા માધવરાયજીનુ મંદીર પૈારાણીક છે અહી ચૈત્ર માસમા ભગવાન લગ્ન ઉત્સવ પણ ભવ્ય રીતે ઉજવવામા આવે છે. તો ભાઈબીજના દીવસે અહી સમુદ્ર સ્નાનનુ પણ અનેરુ મહત્વ રહેલુ છે.


