દશેરાના દિવસે અંકલેશ્વરમાં સૌથી ઉંચા 48 ફૂટ રાવણનું દહન કરાશે
હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે.ત્યારે દશેરાને હવે માત્ર એક જ દિવસ બાકી છે.દશેરાને લઇને તમામ તૈયારીઓ કરાઇ રહી છે. ત્યારે અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ઓએનજીસી મેદાન ખાતે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પુત્રનું દહન કરાશે.48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકરણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રિની ઉજવણીમાં વિવિધતામાં એકતા જોવા મà
Advertisement
હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે.ત્યારે દશેરાને હવે માત્ર એક જ દિવસ બાકી છે.દશેરાને લઇને તમામ તૈયારીઓ કરાઇ રહી છે. ત્યારે અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ઓએનજીસી મેદાન ખાતે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પુત્રનું દહન કરાશે.48 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકરણ અને 43 ફૂટના મેઘનાથના પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રિની ઉજવણીમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.. દુર્ગા પૂજાના પર્વની પણ ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાય છે, જ્યારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું આયોજન કરાતું હોય છે. આ પૂતળા બનાવવામાં 100 કિલો પસ્તી, 100 કિલો નવા કાગળ, 350થી વધુ વાંસ, 400 મીટર સાડી સહિત અન્ય સામગ્રી વપરાય છે.40 દિવસ અને છના અથાક પરિશ્રમ હાદ પૂતળા બનાવવામાં આવે છે.
અંકલેશ્વરમાં દશેરાના દિવસે રાવણના 48 ફૂટ ઊંચા પુતળાનું દહન કરાશે.રાજ્યમાં થતા સૌથી મોટા રાવણ દહનનો પૈકીનું એક અંકલેશ્વર ખાતે જ થાય છે. સાથે-સાથે કુંભકરણ અને મેઘનાથના પૂતળાનું દહન કરી અસત્ય પર સત્યના વિજયના વધામણા કરાય છે. ઓએનજીશી કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે.


