Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે રાજઘાટ પર તેમના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની ચોથી પુણ્યતિથિ (16 ઓગસ્ટ) પર દ
અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ  pm મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Advertisement
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે રાજઘાટ પર તેમના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની ચોથી પુણ્યતિથિ (16 ઓગસ્ટ) પર દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વાજપેયીનું ચાર વર્ષ પહેલા આજના દિવસે દિલ્હીના એઈમ્સમાં અવસાન થયું હતું. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાજપેયીના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. 
Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિત મોદી કેબિનેટના તમામ સભ્યો વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
Advertisement

ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018ના રોજ નિધન થયું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) ને સફળતાના શિખરે લઈ જવામાં તેમનો મહત્વનો ભાગ હતો. 90ના દાયકામાં તેઓ પક્ષના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા અને કેન્દ્રમાં પ્રથમ વખત ભાજપના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી. 
વડાપ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળ દરમિયાન, દેશમાં ઉદારીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને વેગ મળ્યો હતો.

અટલ બિહારી વાજપેયી જનસંઘના સ્થાપકોમાંના એક હતા. તેઓ 1968 થી 1973 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. તેઓ 1952માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. આ પછી, 1957 માં, તેઓ જનસંઘના ઉમેદવાર તરીકે યુપીની બલરામપુર બેઠક પરથી જીત્યા. 
ઈમરજન્સી પછી આવેલી મોરારજી દેસાઈ સરકારમાં તેઓ 1977 થી 1979 સુધી વિદેશ મંત્રી હતા. વર્ષ 1980માં જનતા પાર્ટીથી અલગ થયા બાદ, તેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં મદદ કરી અને બાદમાં 6 એપ્રિલ 1980ના રોજ રચાયેલી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. જે બાદ તેઓ બે વખત રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.
Tags :
Advertisement

.

×