Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોદી અને શાહના ગુજરાતમાં મુસ્લિમોએ પથ્થર ફેંક્યા, શું કોઈ માનશે? : સંજય રાઉત

પવિત્ર રામનવમીના દિવસે ગુજરાત સહિત વિવિધ રાજ્થયોમાં થયેલી હિંસાને લઈને હવે રાજનીતિ શરુ થઇ છે. વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી પણ જવાબી કાર્યવાહી થઈ રહી છે. તેવામાં શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં રામ નવમી અને ત્યારબાદ થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. રાઉતે કહ્યું àª
મોદી અને શાહના ગુજરાતમાં મુસ્લિમોએ પથ્થર ફેંક્યા  શું કોઈ માનશે    સંજય રાઉત
Advertisement
પવિત્ર રામનવમીના દિવસે ગુજરાત સહિત વિવિધ રાજ્થયોમાં થયેલી હિંસાને લઈને હવે રાજનીતિ શરુ થઇ છે. વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી પણ જવાબી કાર્યવાહી થઈ રહી છે. તેવામાં શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં રામ નવમી અને ત્યારબાદ થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. 
રાઉતે કહ્યું કે રામ નવમીના દિવસે દસ રાજ્યોમાં હિંસા તઇ હતી. આ સારૂ નથી. અગાઉ રામનવમીની શોભાયાત્રામાં માત્ર ધર્મ અને સંસ્કૃતિ દર્શાવવામાં આવતી હતી. હવે આવા સરઘસોમાં તલવારો ખેંચાય છે. ધાર્મિક નફરત ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઉલ્છેલેખનીય કે અગાઉ RSSના મોહન ભાગવતે કહ્યું હતું કે 15 વર્ષમાં અખંડ હિન્દુ રાષ્ટ્રની રચના થશે. શું આ તેની શરૂઆત છે? રાઉતે કહ્યું કે જો કોઈ કટ્ટરતાની આગ લગાડીને અને શાંતિને ભંગ કરીને ચૂંટણી જીતવા માંગે છે તો તેઓ પોતાના હાથે દેશના ભાગલાના બીજ વાવી રહ્યાં છે. દેશના ટુકડા થાય તો પણ ચાલશે, પરંતુ ભાજપ જેવા પક્ષે ખુલ્લેઆમ ધાર્મિક નફરત ફેલાવીને ચૂંટણી જીતવાની નીતિ અપનાવી છે.
રમખાણો થયા એવા દસ રાજ્યોમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશેઃ રાઉત
રાઉતે કહ્યું કે જે દસ રાજ્યોમાં રામ નવમીના દિવસે રમખાણો થયા હતા, ત્યાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને અન્ય જૂથો દ્વારા તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઈના માનખુર્દ વિસ્તારમાં પણ સ્થિતિ તંગ બની ગઈ હતી. તેમણે કહ્યું કે ચૂંટણી જીતવા માટે જે રીતે દેશનું વાતાવરણ જાણી જોઈને બગાડવામાં આવી રહ્યું છે, મને લાગે છે કે તે દેશ માટે સારું નથી.  ગઈ કાલે દિલ્હીમાં હનુમાન જયંતિ અને રામનવમી પર હુમલો થયો, જે પહેલા ક્યારેય થયો ન હતો.
મોદી-શાહના સામ્રાજ્યમાં મુસલમાનોએ પથ્થર ફેંક્યા હશે, કોણ માનશે? 
રાઉતે જણાવ્યું હતું કે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામ નવમી યાત્રા પર લોકોના બીજા જૂથે પથ્થરમારો કર્યો હતો. જે ગુજરાત મોદી અને શાહનું રાજ્ય છે અને આજે જે હિંદુત્વનો ગઢ ગણાય છે. તે રાજ્યમાં રામનવમીની યાત્રા પર મુસ્લિમો પથ્થરમારો કરશે? શું કોઈ આ વાત માનશે? રાઉતે કહ્યું કે, મધ્યપ્રદેશના ખરગોનમાં રામનવમીના અવસર પર થયેલા રમખાણો જોઈને શ્રી રામ પણ મુશ્કેલીમાં મુકાયા હશે. અયોધ્યામાં રામ મંદિરની લડાઈમાંથી બચી ગયેલા લોકો હવે રામના નામે તલવારો કાઢી રહ્યા છે. તેને હિન્દુત્વ ન કહી શકાય.
Tags :
Advertisement

.

×