One Child-No Child : પાટીદારો 3 થી 4 બાળકો પેદા કરે!! R.P. પટેલના નિવેદન બાદ વિરોધાભાસ!
કેટલાક નેતા અને અગ્રણીઓ તેમની વાતનું સમર્થન કરી રહ્યા છે ત્યારે કેટલાક આર.પી. પટેલના નિવેદનથી અસહમત છે.
Advertisement
Ahmedabad : વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર.પી.પટેલના (R.P. Patel) 'One Child-No Child' અંગેનાં નિવેદન બાદ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતા અને અગ્રણીઓ તેમની વાતનું સમર્થન કરી રહ્યા છે ત્યારે કેટલાક આર.પી. પટેલના નિવેદનથી અસહમત છે. ત્યારે આ મામલે SPG ના અધ્યક્ષ લાલજી પટેલે અસહમતી દર્શાવી છે ત્યારે ભાજપ નેતા અને PAAS અગ્રણી અલ્પેશ કથિરિયાએ (Alpesh Kathiria) સહમતી દાખવી છે. પાટીદાર આગેવાન ગીતા પટેલ અને પાસ નેતા દિનેશ બાંભણીયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
Advertisement


