દેશ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે : PM MODI
જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં પાણી પહોંચતું ગોવા પ્રથમ રાજ્ય બન્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, ગોવામાં દરેક ઘરમાં નળ દ્વારા શુધ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તમામ 378 ગામોને 'હર ઘર જલ' જાહેર કર્યા છે. ગોવામાં તમામ 2,63,013 ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમશ્રી નરેન્દ્ર મોદીએ 'હર ઘર જલ ઉત્સવ' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગો
Advertisement
જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં પાણી પહોંચતું ગોવા પ્રથમ રાજ્ય બન્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, ગોવામાં દરેક ઘરમાં નળ દ્વારા શુધ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તમામ 378 ગામોને 'હર ઘર જલ' જાહેર કર્યા છે. ગોવામાં તમામ 2,63,013 ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમશ્રી નરેન્દ્ર મોદીએ 'હર ઘર જલ ઉત્સવ' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત પણ હાજર હતા.
વડાપ્રધાને કહ્યું, 'આજે હું દેશની ત્રણ મોટી ઉપલબ્ધિઓ તમામ દેશવાસીઓ સાથે શેર કરવા માંગુ છું. ભારતની આ સિદ્ધિઓ વિશે જાણીને દરેક દેશવાસીને ગર્વ થશે. આજે આપણે અમૃતકાલમાં ભારત જે ઉચ્ચ લક્ષ્યો પર કામ કરી રહ્યું છે તેનાથી સંબંધિત ત્રણ મહત્ત્વના સીમાચિહ્નો પાર કર્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'સરકાર બનાવવા માટે મહેનત કરવી જરૂરી નથી, પરંતુ દેશને બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. આપણે બધાએ દેશ બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે, તેથી આપણે દેશના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સતત ઉકેલી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તેમણે પહેલા જ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. PM એ કહ્યું કે ગોવા માટે અને 'હર ઘર જલ' સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો માટે આ એક ખાસ દિવસ છે.
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પણ ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી. સાવંતે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગોવા હર ઘર જલ મિશન પૂર્ણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. હું કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતનું સ્વાગત કરું છું. તેમની હાજરીમાં પાણીના બિલની ચુકવણી માટે QR સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
Advertisement
Advertisement


