Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટી.બીની સારવાર માટે હતી એક લાખની જરૂર, ઝડપથી પૈસા એકત્ર કરવા મહિલા બની ડ્રગ્સ સપ્લાયર

મહિલા ડ્રગ સપ્લાયર ઝડપાઇ ડ્રગ્સ ના બંધાણી પેડલર બને કે સપ્લાયર બને તો નવાઈ નહી, પરંતુ ટીબીની સારવાર માટે એક મહિલા ડ્રગ્સ સપ્લાયર બની.. સારવાર માટે એક લાખની જરૂર હોવાથી મહીલા ડ્રગ્સ સપ્લાયર બની ગઈ. જોકે હકિકત સામે આવતા પોલીસે તેને જેલમાંથી છૂટ્યા બાદ સારવાર કરાવવા માટે મદદ કરવાનુ વચન પણ આપ્યુ છે.વટવાના શહેઝાદ પઠાણ પાસેથી લાવતી હતી ડ્રગ્સ  હાલ અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલી આ મàª
ટી બીની સારવાર માટે હતી એક લાખની જરૂર  ઝડપથી પૈસા એકત્ર કરવા મહિલા બની ડ્રગ્સ સપ્લાયર
Advertisement
મહિલા ડ્રગ સપ્લાયર ઝડપાઇ 
ડ્રગ્સ ના બંધાણી પેડલર બને કે સપ્લાયર બને તો નવાઈ નહી, પરંતુ ટીબીની સારવાર માટે એક મહિલા ડ્રગ્સ સપ્લાયર બની.. સારવાર માટે એક લાખની જરૂર હોવાથી મહીલા ડ્રગ્સ સપ્લાયર બની ગઈ. જોકે હકિકત સામે આવતા પોલીસે તેને જેલમાંથી છૂટ્યા બાદ સારવાર કરાવવા માટે મદદ કરવાનુ વચન પણ આપ્યુ છે.
વટવાના શહેઝાદ પઠાણ પાસેથી લાવતી હતી ડ્રગ્સ 
 હાલ અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલી આ મહિલા ડ્રગ સપ્લાયરનું નામ પરવીન બાનુ બલોચ છે. જે જુહાપુરાના સંકલિત નગરમાં રહે છે અને પોતાના ઘરેથી જ MD ડ્રગ્સ નુ વેચાણ કરે છે... પોલીસે તેના ઘરની તપાસ કરતા 34.900 ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો કબજે કર્યો છે સાથે જ કુલ 3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે... પરવીન બાનુ ની પુછપરછ કરતા એમડી ડ્રગ્સ તે વટવા ના શહેજાદ પઠાણ પાસેથી લાવી હોવાનું સામે આવ્યું હતું... જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

ચાર મહિનાથી કરતી ડ્રગ્સનું વેચાણ 
ડ્રગ સપ્લાયર પરવીન બલોચની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરે છે... તેણે જણાવ્યું કે તે  ટીબીની બીમારીથી પીડિત છે અને તેની સારવાર માટે એક લાખ રૂપિયા ની જરૂર હતી જેથી તેણે  આ કામ કરવું પડયું .. તેનો પતિ પથારો લગાવી છૂટક વેચાણ કરે છે.. અને પતિ પણ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાથી સારવાર માટે રૂપિયા આપી શકે તેમ ન હતો તેવું તેણે જણાવ્યું હતું..
સારવાર  માટે ઝડપથી રૂપિયા એકત્ર કરવા હતા 
સારવાર માટે ઝડપથી રૂપિયા એકઠા કરવા તે ડ્રગ ના ધંધામાં જોડાઈ હતી. ડ્રગ્સ સપ્લાયર પરવીન બલોચની હકીકત જાણ્યા બાદ પોલીસે તેની ખરાઈ કરાવી હતી.. જે બાદ પોલીસે તેની સારવાર માટે મદદ કરવા તૈયારી  બતાવી છે. જેલમાથી. છુટ્યા બાદ પરવીન ને સરકારી યોજના હેઠળ ટીબીની સારવાર કરાવવા પોલીસે તૈયારી બતાવી છે... સાથે જ આરોપી પાસેથી ડ્રગ્સ નેટવર્ક ની માહિતી આપવા બાહેંધરી લીધી છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×