Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેન સંકટ મામલે લોકસભામાં વિદેશ મંત્રીનું નિવેદનઃ લોહી વહેવડાવીને કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હાલમાં નરસંહાર તરફ વળ્યું છે. યુક્રેનમાં લોકોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આજે રશિયા-યુક્રેન યુદ્ધ પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર એ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના સંઘર્ષની વિરુદ્ધ છીએ. અમે માનીએ છીએ કે લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોના ભોગે કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. સંવાદ અને મુત્સદ્દીગીરી એ દરેક વિવાદનો યà
યુક્રેન સંકટ મામલે લોકસભામાં વિદેશ મંત્રીનું નિવેદનઃ લોહી વહેવડાવીને કોઈ સમસ્યા
ઉકેલી શકાતી નથી
Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે
ચાલી રહેલું યુદ્ધ હાલમાં નરસંહાર તરફ વળ્યું છે. યુક્રેનમાં લોકોની હત્યા કરવામાં
આવી રહી છે. ત્યારે આજે
રશિયા-યુક્રેન યુદ્ધ પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ.
જયશંકર એ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના સંઘર્ષની વિરુદ્ધ છીએ. અમે માનીએ છીએ કે
લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોના ભોગે કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. સંવાદ અને
મુત્સદ્દીગીરી એ દરેક વિવાદનો યોગ્ય ઉકેલ છે. યુક્રેનના 
બુચામાં કથિત નરસંહારના અહેવાલો પર જયશંકરે
સંસદમાં કહ્યું કે અમે આવા અહેવાલોથી ખૂબ દુઃખી છીએ. અમે ત્યાં થયેલી હત્યાઓની સખત
નિંદા કરીએ છીએ. આ બહુ ગંભીર બાબત છે. અમે આ અંગે સ્વતંત્ર તપાસને સમર્થન આપીએ
છીએ. જયશંકરે ઓપરેશન ગંગા પર પણ નિવેદન આપ્યું હતું
, જે યુક્રેનથી ભારતીયોની
વાપસી માટે ચલાવવામાં આવ્યું હતું. 

This was precisely the message that was conveyed to Russian Foreign Minister Sergey Lavrov when he was in Delhi. If India can be of any assistance in this matter, we will be glad to contribute: EAM Dr S Jaishankar in Lok Sabha on #Ukraine pic.twitter.com/l7u29Ems1n

— ANI (@ANI) April 6, 2022" title="" target="">javascript:nicTemp();

ભારત દરેક પ્રકારની મદદ
માટે તૈયાર છે

વિદેશ મંત્રીએ કહ્યું કે
અમે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિથી દરેક સ્તરે વાતચીત કરી છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પોતે વાત કરી હતી. મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ
લવરોવને અમારો સંદેશ હતો કે ભારત શાંતિ જાળવી રાખવા માટે કોઈપણ રીતે મદદ કરવા
તૈયાર છે. કેટલાક વિપક્ષી સભ્યોની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે
યુક્રેનની સ્થિતિનું રાજનીતિકરણ કરવાનો ભારતનો પ્રયાસ દુર્ભાગ્યપૂર્ણ છે. 
લોકસભામાં યુક્રેન પર આ ચર્ચા આરએસપીના એનકે
પ્રેમચંદ્રન અને કોંગ્રેસના મનીષ તિવારીના નિયમ
193 પર નોટિસ બાદ થઈ રહી છે. મંગળવારે ચાર કેન્દ્રીય
મંત્રીઓ હરદીપ સિંહ પુરી
, કિરણ રિજિજુ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને
વીકે સિંહે ઓપરેશન ગંગા અંગે ગૃહને માહિતી આપી હતી. આ તમામ મંત્રીઓ યુક્રેનમાં
ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અલગ-અલગ દેશોમાં ગયા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×