Operation Sindoor : કાયર પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો
- ભારતના 'ઓપરેશન સિંદૂર' માં પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો
- ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો
- પાકિસ્તાનના પપેટ પીએમ શરીફે ગીદડ ધમકી આપી
ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. આમાંથી 4 પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા, જ્યારે 5 પીઓકેમાં હતા. ભારતે તેના 25 મિનિટના 'ઓપરેશન સિંદૂર'માં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના લોન્ચ પેડ્સનો નાશ કર્યો હતો.ઓપરેશન સિંદૂર બાદ બૌખલાયેલા આતંકીસ્તાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ છે. ભારતીય જેટ તોડી પાડવાનો દાવો કરતા પાકિસ્તાનના રક્ષામંત્રીની ઈન્ટરવ્યૂમાં મુર્ખામી સામે આવી હતી. સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ છે એના આધારે મૂર્ખામી ભર્યો દાવો કર્યો હતો જે ઉઘાડો પડી ગયો હતો. તો બીજી તરફ ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાનના પપેટ પીએમ શરીફે ગીદડ ધમકી આપતા કહ્યું કે અમે બદલો લઈશું. બદલાની ડંફાસ મારતા શરીફના 12 સૈનિકોને તેના જ વિસ્તાર બલૂચિસ્તાનમાં BLAના લડાકૂઓએ IED બ્લાસ્ટ કરીને ફૂંકી માર્યા છે.


