ગૃહ રાજ્યમંત્રી માટે વિપક્ષે ટપોરી શબ્દ વાપરતા થયો ભારે હોબાળો
ગાંધીનગર વિધાનસભા કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ગૃહની શરૂઆત થતા જ વિપક્ષ તેના આકરા વલણમાં આવી ગયું છે. વિપક્ષ દ્વારા હાલમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હંગામો મચાવવામાં આવી રહ્યો છે. પ્રથમ પ્રશ્નની ચર્ચામાં જ વિપક્ષ દ્વારા હંગામો મચાવાતા હોબાળો થયો હતો.ગાંધીનગરમાં વિધાનસભા સત્રની શરૂઆત થતા જ વિપક્ષ હોબાળો મચાવી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અહી ગૃહ રાજ્યમંત્રી
Advertisement
ગાંધીનગર વિધાનસભા કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ગૃહની શરૂઆત થતા જ વિપક્ષ તેના આકરા વલણમાં આવી ગયું છે. વિપક્ષ દ્વારા હાલમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હંગામો મચાવવામાં આવી રહ્યો છે. પ્રથમ પ્રશ્નની ચર્ચામાં જ વિપક્ષ દ્વારા હંગામો મચાવાતા હોબાળો થયો હતો.
ગાંધીનગરમાં વિધાનસભા સત્રની શરૂઆત થતા જ વિપક્ષ હોબાળો મચાવી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. અહી ગૃહ રાજ્યમંત્રી અને વિપક્ષ આમને-સામને હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમિયાન વિપક્ષના ધારાસભ્ય પુજા વંશે રાજ્યના ગૃહમંત્રી વિરુદ્ધ બિનસંસદીય શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતુ. વિપક્ષના ધારાસભ્ય દ્વારા બિનસંસદીય ઉચ્ચારણ થતા ભાજપે ભારે હોબાળો મચાવ્યો હતો. વળી બીજી તરફ કોંગ્રેસના નવસાદ સોલંકી વેલમાં આવી ગયા હતા અને બાદમાં તેઓ નીચે બેસી ગયા હતા. તેમનું કહેવું હતુ કે, તેમના દ્વારા પુછવામાં આવેલા સવાલ છે તેનો જવાબ સરકાર અને સરકારના મંત્રીઓ યોગ્ય રીતે આપી રહ્યા નથી. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. અને શરૂઆતમાં ગૃહની કાર્યવાહી બંધ થઇ હતી.
આ મામલે હવે પુજા વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. અધ્યક્ષના આ નિર્ણય બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.


