Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓવૈસીએ હિજાબ વિવાદ પર આપી પ્રતિક્રિયા : તો શું હું મારી દાઢી કપાવી દઉં?

છેલ્લા ઘણા દિવસોથી હિજાબને લઇને ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. પછી તે ઈરાનમાં હોય કે ભારતમાં. જીહા, આપણા દેશ ભારતમાં પણ આ મુદ્દે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જેને બિકીની પહેરવી હોય તે પહેરો. તમે શા માટે ઈચ્છો છો કે મારી દીકરીઓ તેમનો હિજાબ ઉતારે અનà
ઓવૈસીએ હિજાબ વિવાદ પર આપી પ્રતિક્રિયા   તો શું હું મારી દાઢી કપાવી દઉં
Advertisement
છેલ્લા ઘણા દિવસોથી હિજાબને લઇને ખૂબ વિવાદ ચાલી રહ્યો છે. પછી તે ઈરાનમાં હોય કે ભારતમાં. જીહા, આપણા દેશ ભારતમાં પણ આ મુદ્દે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જેને બિકીની પહેરવી હોય તે પહેરો. તમે શા માટે ઈચ્છો છો કે મારી દીકરીઓ તેમનો હિજાબ ઉતારે અને હું મારી દાઢી કપાવું?
હિન્દુ, શીખ અને ખ્રિસ્તી વિદ્યાર્થીને તેમના ધાર્મિક વસ્ત્રો પહેરીને વર્ગમાં પ્રવેશવાની મંજૂરી
ઓવૈસીએ કહ્યું, શું હિજાબ મુસ્લિમોનું પછાતપણું દર્શાવે છે? તેમને પૂછવામાં આવ્યું કે શું મુસ્લિમ મહિલાઓ દેશના વિકાસમાં યોગદાન નથી આપી રહી? હિજાબ પ્રતિબંધ પર વિભાજિત ચુકાદા પછી, ઓવૈસીએ કહ્યું કે જો મુસ્લિમ મહિલાઓ તેમના માથાને ઢાંકવા માંગે છે, તો તેનો અર્થ એ નથી કે તેઓ તેમની બુદ્ધિને ઢાંકી રહી છે. હૈદરાબાદના સાંસદે કહ્યું કે, તેઓ કહે છે કે અમે અમારી છોકરીઓને ડરાવીએ છીએ. આજની દુનિયામાં કોને ડર લાગે છે? કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધના વિવાદનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું, “જ્યારે હિન્દુ, શીખ અને ખ્રિસ્તી વિદ્યાર્થીને તેમના ધાર્મિક વસ્ત્રો પહેરીને વર્ગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે અને મુસ્લિમને રોકવામાં આવે છે, ત્યારે તેઓ મુસ્લિમ વિદ્યાર્થીઓ વિશે શું વિચારે છે? દેખીતી રીતે, તેઓ વિચારશે કે મુસ્લિમો આપણાથી નીચે છે."
દેશને હિજાબ પહેરેલા વડાપ્રધાન મળશે
ઓવૈસીએ કહ્યું કે ઘણા લોકોને માથાનો દુખાવો થાય છે અને પેટમાં દુખાવો થાય છે જ્યારે મેં કહ્યું હતું કે આ દેશને એક દિવસ હિજાબ પહેરેલા વડાપ્રધાન મળશે. હું આવું કેમ ન કહું? તે મારું સ્વપ્ન છે. તેમાં શું ખોટું છે? પરંતુ તમે કહો છો કે હિજાબ ન પહેરવો જોઈએ. પછી શું પહેરવું, બિકીની? તમને તે પહેરવાનો પણ અધિકાર છે. તમે શા માટે ઈચ્છો છો કે મારી દીકરીઓ તેમનો હિજાબ ઉતારે અને હું મારી દાઢી કપાવું?
હિજાબને ભાજપે મોટો મુદ્દો બનાવ્યો: ઓવૈસી
ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટ કહ્યું છે કે હિજાબને ભાજપે મોટો મુદ્દો બનાવ્યો છે. હૈદરાબાદના સાંસદે કહ્યું કે, મારા હિજાબ પર હાઈકોર્ટનો નિર્ણય કાયદાના મામલે ખરાબ હતો અને કુરાનની વાતોને ખોટી રીતે વાંચી છે. આ સાથે તેમણે કહ્યું કે, કર્ણાટકની છોકરીઓ હિજાબ પહેરે છે કારણ કે અલ્લાહે કુરાનમાં કહ્યું છે. ભાજપે તેને જરૂરિયાતનો મુદ્દો બનાવ્યો છે.
અલ્લાહના નામ પર આતંકવાદ : ભાજપ નેતા
ઓવૈસીના નિવેદનનો વિરોધ કરતા ભાજપના નેતા સીટી રવિએ કહ્યું કે, ઓવૈસી ઉગ્રવાદના પક્ષમાં છે જેને ભારતમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, હું ઓવૈસીને પૂછવા માંગુ છું કે, શું તમે એ વાતનું સમર્થન કરો છો કે તાલિબાન કુરાનના નામે આતંકવાદને પ્રોત્સાહન આપે છે? શું તમે આતંકવાદ ફેલાવવા માટે અલ્લાહના નામનો ઉપયોગ કરનારા ઓસામા બિન લાદેનને સમર્થન આપો છો? ઘણા લોકો અલ્લાહના નામ પર આતંકવાદ ફેલાવે છે, પરંતુ ભારતમાં આવું નહીં થાય, આપણા દેશમાં તેની મંજૂરી નથી.
Tags :
Advertisement

.

×