Pahalgam Terrorist Attack : પાકિસ્તાન આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર
Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ભારે ફફડાટ ફેલાયો છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરનો પરિવાર અને સેનાના અનેક જનરલોના પરિવારો ભારતની કડક કાર્યવાહીના ડરથી તેમનો દેશ છોડી ફરાર થયા છે. આ પરિવારો ખાનગી જેટ દ્વારા ઇંગ્લેન્ડ અને ન્યૂજર્સી તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનમાં ફફડાટ
પહેલગામ થયેલા હુમલા બાદથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકા સૌથી મોટી છે. જેના કારણે ભારત સરકાર હવે કોઇ મોટા એક્શન લેવાના મૂડમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પહેલગામમાં પાકિસ્તાની આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત પર હવે ભારત તરફથી કોઇ મોટી એક્શન લેવાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જેને લઇને પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે. પાકિસ્તાન કેટલું ડરી ગયું છે તે પાકિસ્તાનના આર્મી ચીફ મુનિરના દેશ છોડી ભાગી જવાથી સાબિત થાય છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, ફાંકા ફોજદારી કરતા પાકિસ્તાનના આર્મી ચીફ મુનિરનો પરિવાર તેમનો દેશ છોડી ફરાર થઇ ગયા છે. તેટલું જ નહીં પાકિસ્તાનની સેનાના અનેક જનરલના પરિવાર પણ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઇંગ્લેન્ડ અને ન્યૂજર્સી તરફ ભાગ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


