Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન અને ચીને ભારતીય સેનાના અધિકારીઓને ફસાવવા માટે હસીનાઓને લગાડી કામે, આ રીતે કરતી હતી જાસૂસી

પાકિસ્તાન અને ચીને ભારતીય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે નવી રમત રમી છે. બંને દેશોની ગુપ્તચર એજન્સીઓ ભારતીય સુરક્ષા અધિકારીઓને ફસાવવા માટે સુંદર યુવતીઓનો નવા હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. જો કે આ મામલાને ગંભીરતાથી લેતા ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ હની ટ્રેપ અંગે ચેતવણી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય એજન્સીઓએ ચેતવણી જાહેર કરી છે. સશસ્ત્ર દળોને ચેતવણી આà
પાકિસ્તાન અને ચીને ભારતીય સેનાના અધિકારીઓને
ફસાવવા માટે હસીનાઓને
લગાડી કામે  આ રીતે કરતી હતી જાસૂસી
Advertisement

પાકિસ્તાન અને ચીને ભારતીય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે નવી
રમત રમી છે. બંને દેશોની ગુપ્તચર એજન્સીઓ ભારતીય સુરક્ષા અધિકારીઓને ફસાવવા માટે
સુંદર યુવતીઓનો નવા હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. જો કે આ મામલાને ગંભીરતાથી
લેતા ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ હની ટ્રેપ અંગે ચેતવણી આપવામાં આવી છે. મીડિયા
રિપોર્ટ્સ અનુસાર ભારતીય એજન્સીઓએ ચેતવણી જાહેર કરી છે. સશસ્ત્ર દળોને ચેતવણી
આપવામાં આવી છે કે તેઓ તેમના અધિકારીઓને દુશ્મનના આ નવા ઈરાદાથી સાવચેત કરે.


Advertisement

મળતી
માહિતી મુજબ
પાકિસ્તાન અને ચીને સુંદર યુવતીઓ
દ્વારા
'હની ટ્રેપ' ની રમત રમવામાં આવી રહી છે. વિદેશી ગુપ્તચર એજન્સીઓ ઈન્ટરનેટ,
સોશિયલ સાઈટ દ્વારા ભારતીય અધિકારીઓને ટ્રેક
કરી રહી છે. ચાઈનીઝ મોબાઈલ યુઝર્સ ખાસ કરીને રડાર પર છે. જે અધિકારીઓ સતત પોર્ન
જુએ છે.
મહિલાઓ સાથે મિત્રતા કરવા માટે આવી
વેબસાઇટ્સની મુલાકાત લે છે અને સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરે છે.
તે તમામને નિશાન બનાવવામાં આવે છે.

Advertisement


પાકિસ્તાન-ચીન પહેલા આવા અધિકારીઓને ઓળખે છે અને પછી ઉર્દૂ-અંગ્રેજી
બોલતી છોકરીઓને મોકલે છે. છોકરીઓ અધિકારીઓ સાથે સંપર્ક કરે છે. આ પછી
રોમેન્ટિક શેરો-શાયરી અને તેના શબ્દો
સાથે
હની જાળ ફેંકીને અધિકારીઓને ફસાવે છે.
ફોન પર વાતચીતના રાઉન્ડ અને પછી મીટિંગ દ્વારા તમામ ગુપ્ત માહિતી મેળવે છે. આ પછી
આ યુવતીઓ ઓફિસરોને સેક્સ્યુઅલ ફેવર આપવા માટે તૈયાર થઈ જાય છે અને ઓફિસર તેના માટે
તૈયાર થતાં જ આ શાતિર યુવતીઓ વીડિયો બનાવી લે છે. બસ અને પછી બ્લેકમેલ કરીને
પોતાનું કામ કરાવી લે છે.

Tags :
Advertisement

.

×