કંગાળીની કગાર પર આવેલા પાકિસ્તાનના મંત્રીઓના પગાર પર કાપ મુકાયો, આ સુવિધાઓમાં પણ કાપ
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના (Pakistan) સ્થિતિ એ સ્તરે પહોંચી ચુકી છે કે હવે સરકારના મંત્રીઓ સુધી ખર્ચમાં કાપ મુકવાનો નિર્ણય કરાયો છે. પાકિસ્તાનના મંત્રીઓને હવે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાની અને વિદેશ પ્રવાસ દરમિયાન ફાઈવ સ્ટાર હોટલોમાં રહેવા પર રોક લગાવવામાં આવી છે. આ સિવાય તેમના પગારમાં નિર્ણય કરી દેવામાં આવ્યો છે.વડાપ્રધાને આપ્યા સંકેતકંગાળ થવાથી બચવા માટે વલખાàª
Advertisement
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના (Pakistan) સ્થિતિ એ સ્તરે પહોંચી ચુકી છે કે હવે સરકારના મંત્રીઓ સુધી ખર્ચમાં કાપ મુકવાનો નિર્ણય કરાયો છે. પાકિસ્તાનના મંત્રીઓને હવે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાની અને વિદેશ પ્રવાસ દરમિયાન ફાઈવ સ્ટાર હોટલોમાં રહેવા પર રોક લગાવવામાં આવી છે. આ સિવાય તેમના પગારમાં નિર્ણય કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાને આપ્યા સંકેત
કંગાળ થવાથી બચવા માટે વલખાં મારી રહેલા પાકિસ્તાને ખર્ચામાં કાપ મુકવાનું શરૂ કરી દીધું છે જેથી IMF પાસેથી 6.5 અરબ ડોલરની લોન મેળવી શકે છે. પાકિસ્તાન ખર્ચ પર કામ મુકીને રૂ. 764 મિલિયન ડોલર બચાવવા માંગે છે. પાક. પીએમ શાહબાઝ શરીફે તો સંકેત આપ્યા છે કે આવનારા સમયમાં વધારે પ્રતિબંધો આવી શકે છે.
સમયની જરૂરિયાદ સમજવાની જરૂર
તેમણે બુધવારે કહ્યું કે, જુલાઈમાં આગામી બજેટ આવવાનું છે. આ દરમિયાન કેટલાક વધારે પ્રતિબંધો લગાવવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. આ સમયની જરૂરિયાત છે. સમયની જે માંગ છે તેને પુરી કરવી પડશે. આપણે સાદગી, ઓછા ખર્ચ અને ત્યાગ સાથ રહેવું પડશે. વસ્તીની દ્રષ્ટિએ 5મો સૌથી મોટો દેશ પાકિસ્તાન લોન ડિફોલ્ટના ખતરાનો સામનો કરી રહ્યો છે. લોનનું વ્યાજ ચુકવવા લોન લેવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
IMF લોન આપવા તૈયાર નથી
બીજી તરફ IMF સરળતાથી લોન આપવા માટે તૈયાર નથી. વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે પાકિસ્તાને ખર્ચમાં કાપ મુકવાની જરૂર છે. ધનિકો પાસેથી ટેક્સ કલેક્શન વધારવું જોઈએ. આ સિવાય સરકારી કામકાજમાં ભ્રષ્ટાચારને પણ અટકાવવો જોઈએ. આ જ કારણે છે કે એક બાજુ પાકિસ્તાન સરકારે પેટ્રોલ ડિઝલને લઈને અન્ય તમામ વસ્તુઓ પર પ્રતિબંધ વધારી દીધો છે ત ખર્ચાઓમાં પણ કાપ મુકવાના ભરચક પ્રયાસો કર્યાં છે. એક અંદાજ મુજબ પાકિસ્તાન પાસે માત્ર 3 અરબ ડોલરનો જ વિદેશી ભંડોળ વધ્યું છે.
અનેક પ્રયાસ
પાકિસ્તાને અનેક ઉદ્યોગોમાં લાગતા કાચા માલની આયાતમાં ઘટાડો કરી દીધો છે જેથી જરૂરી સેવાઓ માટે ફોરેન રિઝર્વને બચાવી શકાય. આ સિવાય ગત વર્ષે આવેલા પુર સંકટે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી છે. સિંધ, પંજાબ જેવા રાજ્યોમાં મોટા પાયે પાકને નુંકસાન પહોંચ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


