યાસીન મલિક મુદ્દે પાકિસ્તાનને મરચાં લાગ્યા, નેશનલ એસેમ્બલીમાં આ પ્રસ્તાવ પસાર કર્ચો
અલગાવવાદી નેતા યાસિન મલિકને લઇને આમ તો પાકિસ્તાનને ઘણા સમયથી પેટમાં દુખતું હતું. તેવામાં તેને ટેરર ફંડીંગ કેસમાં સજા મળવાની વાત આવતાની સાથે જ પાકિસ્તાનને વધારે મરચા લાગ્યા છે. જેથી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં એક ખાસ પ્રસ્તાવ પસાર થયો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ આ પ્રસતાવ પસાર કર્યો છે. જેમાં યાસિન મલિક અને તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિની વાત છે.પ્રસ્તાવમાં શું છે?નેશન
Advertisement
અલગાવવાદી નેતા યાસિન મલિકને લઇને આમ તો પાકિસ્તાનને ઘણા સમયથી પેટમાં દુખતું હતું. તેવામાં તેને ટેરર ફંડીંગ કેસમાં સજા મળવાની વાત આવતાની સાથે જ પાકિસ્તાનને વધારે મરચા લાગ્યા છે. જેથી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં એક ખાસ પ્રસ્તાવ પસાર થયો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ આ પ્રસતાવ પસાર કર્યો છે. જેમાં યાસિન મલિક અને તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિની વાત છે.
પ્રસ્તાવમાં શું છે?
નેશનલ એસેમ્બલીમાં સર્વાનુમતે પસાર થયેલા આ પ્રસ્તાવમાં હુર્રિયત નેતા યાસિન મલિક અને તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યાસિન મલિકને ભારત દ્વારા એક શંકાસ્પદ અને ખોટા કેસમાં હેરાન કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવની અંદર કહેવામાં આવ્યું છે કે સદન કાશ્મીરના લોકોને તેમના પોતાના વાસ્તવિક નેતૃત્વથી વંચિત કરવાના ભારત સરકારના પ્રયાસની નિંદા કરે છે. જે સાર્વજનિક માનવ અધિકારોની ઘોષણા અને આંતરરાષ્ટ્રીય નાગરિક અને રાજકીય અધિકારોનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો: યાસીન મલિકની સજા પર આખું પાકિસ્તાન રઘવાયું થયું, કહ્યું- દુનિયાએ મોદી સરકારને રોકવી જોઈએ
આંતરરાષ્ટ્રીય સમુદાયને શું અપીલ કરી?
આગળ તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના કબ્જાવાળા કાશ્મીરના લોકોનો પોતાના અધિકાર માટેનો સંઘર્ષ સ્વંયભૂ છે, જેને ભારત સરકાર પોતાની કઠોર અને મજબૂત રણનીતિ વડે તોડી નહીં શકે. પાકિસ્તાની નેશનલ એસેમ્બલીએ સરકારને આ અંગે તાત્કાલિક પગલા લેવા માટટે જણાવ્યું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને યાસિન મલિક સહિત કાશ્મીરના તમામ નેતાઓ સામેના ખોટા ઓરોપો દૂર કરવા તથા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે.
યાસીન મલિકને સજા
ટેરર ફંડીંગ કેસમાં પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલિકને દિલ્હીની NIA કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે જ કોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે NIAએ યાસીન મલિક માટે ફાંસીની સજાની માંગ કરી હતી. ગુરુવારે કોર્ટે યાસિનને ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. યાસિન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.
Advertisement


