Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન એકવાર ફરી બોમ્બ વિસ્ફોટના અવાજથી હચમચી ઉઠ્યું

પાકિસ્તાનના ઉત્તરી શહેર સિયાલકોટમાં રવિવારે મોટો વિસ્ફોટ થયો છે. સમાચાર એજન્સી ANIએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, પંજાબ પ્રાંતના છાવણી વિસ્તારની નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.ધ ડેઈલી મિલાપના એડિટર ઋષિ સૂરીએ એક ટ્વીટમાં કહ્યું કે, ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ મિલિટરી બેઝ પર અનેક વિસ્ફોટ થયા છે. પ્રારંભિક સંકેતો છે કે તે દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર છે. વિસ્ફોટ બાદ à
પાકિસ્તાન એકવાર ફરી બોમ્બ વિસ્ફોટના અવાજથી હચમચી ઉઠ્યું
Advertisement
પાકિસ્તાનના ઉત્તરી શહેર સિયાલકોટમાં રવિવારે મોટો વિસ્ફોટ થયો છે. સમાચાર એજન્સી ANIએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, પંજાબ પ્રાંતના છાવણી વિસ્તારની નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
ધ ડેઈલી મિલાપના એડિટર ઋષિ સૂરીએ એક ટ્વીટમાં કહ્યું કે, ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ મિલિટરી બેઝ પર અનેક વિસ્ફોટ થયા છે. પ્રારંભિક સંકેતો છે કે તે દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર છે. વિસ્ફોટ બાદ એક વિશાળ આગ સળગતી જોવા મળી રહી છે. બ્લાસ્ટ પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સેનાએ આ ઘટનાક્રમ પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કહેવામાં આવ્યું છે કે, સેના દ્વારા હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ PL-15નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, જે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું હતું. J10-C ફાઈટર જેટમાંથી છોડાયા બાદ આ મિસાઈલ બેકાબૂ બનીને સિયાલકોટમાં પડી હતી. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં હજુ સુધી કોઈનું મોત થયું નથી. 

4 માર્ચે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવરમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મસ્જિદમાં થયેલા શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 56 લોકો માર્યા ગયા હતા અને લગભગ લોકો 200 ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાનની સરહદે આવેલા અશાંત પ્રાંતમાં તે સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો. કિસા ખ્વાની બજાર પાસે ઈમામબારગાહમાં જ્યારે લોકો શુક્રવારની નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×