India- Pakistan War : Pakistanના હુમલાના જડબાતોડ જવાબના પુરાવા જુઓ વિદેશ મંત્રાલયની પ્રેસ
પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે પાકિસ્તાને 26 સ્થાને હવાઈ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો S 400ને નષ્ટ કરવાના પાકિસ્તાને જૂઠ્ઠાણા ફેલાવ્યા પાકિસ્તાન સાથેના તણાવ પર વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી,...
Advertisement
- પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે
- પાકિસ્તાને 26 સ્થાને હવાઈ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો
- S 400ને નષ્ટ કરવાના પાકિસ્તાને જૂઠ્ઠાણા ફેલાવ્યા
પાકિસ્તાન સાથેના તણાવ પર વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર રહીને માહિતી આપી હતી. તેમાં શુક્રવારની રાત અને શનિવારે વહેલી સવાર સુધી પાકિસ્તાને સતત ડ્રોન છોડીને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારતીય સેનાએ આ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાન સાથે તણાવ અંગે વિદેશ મંત્રાલયે તરફથી કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘે જાણકારી આપતા જણાવ્યું છે કે પાકિસ્તાને પશ્ચિમ વિસ્તારમાં હુમલા કર્યા છે. પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.


