Panchmahal Heavy Rain: પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ
રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર આણંદ જિલ્લાના ઉમરેઠમાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ મહિસાગરના કડાણા, સાંતલપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. પંચમહાલના હાલોલમાં 10 ઈંચ વરસાદ પડતા વિસ્તાર...
Advertisement
- રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર
- આણંદ જિલ્લાના ઉમરેઠમાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ
- મહિસાગરના કડાણા, સાંતલપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. પંચમહાલના હાલોલમાં 10 ઈંચ વરસાદ પડતા વિસ્તાર પાણી પાણી થયો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાકમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં તો 7 ઇંચ વરસાદ પડતાં સમગ્ર હાલોલ જળબંબાકાર થઈ ગયું હતું. આ અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Advertisement


