Panchmahal : હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી
પંચમહાલના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે અગત્યની કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ પોલીસની મદદથી આ કામગીરી હાથ ધરી હતી. આ દોડમાં, 50 હજાર કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
Advertisement
- પંચમહાલના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને કાર્યવાહી
- પોલીસને સાથે રાખીને પાલિકા અને GPCBએ કરી કાર્યવાહી
- હાલોલ પાલિકા અને GPCBનો પ્લાસ્કિના એકમો પર સપાટો
- પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 50 હજાર કિલોથી વધુ જથ્થો જપ્ત કરાયો
- પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બે એકમોને ક્લોઝર નોટિસ ફટકારી
- 120 માઈક્રોનના પ્લાસ્કિની તપાસ કરતા 20 માઈક્રોનનું નીકળ્યું
- કામગીરી અટકાવવા માટે કેટલાક લોકો ટોળા સાથે આવ્યા
- ટોળું લઈને વિરોધ કરવા પહોંચી ગયા હતા કેટલાક શખ્સો
- પોલીસે ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
- ઓછા માઈક્રોનવાળું પ્લાસ્કિ બનતું હોવાની મળી હતી માહિતી
- બે દિવસ સુધી રેકી કર્યા બાદ તંત્રએ કરી હતી મોટી કાર્યવાહી
- હજુ હજારો ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક મળે તેવી શક્યતા
Panchmahal : પંચમહાલના હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે અગત્યની કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ પોલીસની મદદથી આ કામગીરી હાથ ધરી હતી. આ દોડમાં, 50 હજાર કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પ્લાસ્ટિકના એકમો પર ગડબડી શોધી હતી. જણાવી દઇએ કે, 120 માઈક્રોનના પ્લાસ્ટિકમાંથી 20 માઈક્રોન નીળ્યું હતું. આ આરોપો સંબંધિત બે એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. પરિસ્થિતિ અંગે વિરોધ કરતું ટોળું પણ જોવા મળ્યું. જોકે, પોલીસે ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો. તંત્ર દ્વારા ઘણા દિવસોથી રેકી કરવામાં આવી હતી અને હવે તંત્રએ સખત કાર્યવાહી કરી છે.
Advertisement


