Panchmahal : યાત્રાધામ પાવાગઢમાં જામ્યો વરસાદી માહોલ
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર વરસાદ શરૂ થતા માઈભક્તોના જીવ પડીકે બંધાયા હતાં. પર્વતના પગથિયાં પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી હતી.પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમા મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે હાલોલ તાલુકામા અને નગરમા...
Advertisement
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર વરસાદ શરૂ થતા માઈભક્તોના જીવ પડીકે બંધાયા હતાં. પર્વતના પગથિયાં પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી હતી.પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમા મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે હાલોલ તાલુકામા અને નગરમા પણ વરસાદ થતાં નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને આવેલા માઈભકતોને વરસાદ નડી જતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement


