સાવરકુંડલાના શહેરી વિસ્તારમાં ઘૂસ્યો દીપડો, કર્યો શ્વાનનો શિકાર
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ જંગલ સાથે રેવન્યુ વિસ્તારમાં વધુ જોવા મળે છે. અવાર નવાર ગામમાં ઘૂસી અને મારણ કરતા હોવાની ઘટનાપણ સામે આવતી હોય છે. ગામડાઓમાં અવારનવાર શીકાર કરતો દીપડો ગત મોડી રાત્રે સાવરકુંડલા શહેરમાં આવેલ નિર્દોષાનંદ આશ્રમ ખાતે ઘૂસ્યો હતો. દીપડાએ આશ્રમમાં ઘૂસીને 1 શ્વાનનો શિકાર કરી લીધો હતો. નિર્દોષાનંદ આશ્રમમાં મોડી રાત્રે સુતેલા બે શ્વાન માંથી એક શ્વાનને દી
Advertisement
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ જંગલ સાથે રેવન્યુ વિસ્તારમાં વધુ જોવા મળે છે. અવાર નવાર ગામમાં ઘૂસી અને મારણ કરતા હોવાની ઘટનાપણ સામે આવતી હોય છે. ગામડાઓમાં અવારનવાર શીકાર કરતો દીપડો ગત મોડી રાત્રે સાવરકુંડલા શહેરમાં આવેલ નિર્દોષાનંદ આશ્રમ ખાતે ઘૂસ્યો હતો. દીપડાએ આશ્રમમાં ઘૂસીને 1 શ્વાનનો શિકાર કરી લીધો હતો. નિર્દોષાનંદ આશ્રમમાં મોડી રાત્રે સુતેલા બે શ્વાન માંથી એક શ્વાનને દીપડાએ દબોચી લીધો હતો જ્યારે બીજો શ્વાન જીવ બચાવીને નાસી છૂટ્યો હતો.
દીપડાએ કરેલા શ્વાનના શિકારની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સાવરકુંડલા શહેરમાં આવીને દીપડાએ શિકાર કર્યો છે આ ઘટનાથી ભયનું વાતાવરણ ઉભું થયું છે. ઉનાળામાં શિકારની શોધમાં સાવરકુંડલા ગામ સુધી શિકાર કરતા ખૂંખાર દીપડો શ્વાન સાથે કોઈ મનુષ્ય પર હુમલો કરે તે પહેલાં વનવિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માગ ઉઠી છે.
દીપડાએ કરેલા શ્વાનના શિકારના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગ વહેલી તકે દીપડાને પકડી પાડે તો સાવરકુંડલા મહુવા રોડ પરના સ્થાનિકો તોજ હાશકારો અનુભવશે. હાલ દીપડાના શિકારથી આશ્રમ ખાતે વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે.


