Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઈની તૈયારીઓ શરૂ! એક્ટ્રેસના ઘરેથી સામે આવ્યો આ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ તે 13 મે, શનિવારે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. બોલિવૂડથી લઈને પોલિટિકલ કોરિડોર સુધી અને...
પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાની સગાઈની તૈયારીઓ શરૂ  એક્ટ્રેસના ઘરેથી સામે આવ્યો આ વીડિયો
Advertisement

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ તે 13 મે, શનિવારે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવા જઈ રહી છે. બોલિવૂડથી લઈને પોલિટિકલ કોરિડોર સુધી અને ચાહકોમાં ઘણા સમયથી તેમના અફેરની ચર્ચા ચાલી રહી છે.પરિણીતી કે રાઘવ બંનેમાંથી કોઈએ ખુલ્લેઆમ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ ઘણી વખત બંનેને સાથે જોવામાં આવ્યા છે, જે સંકેત આપે છે કે બંને વચ્ચે ચોક્કસપણે કંઈક તો છે જ. ક્યારેક બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા, તો ક્યારેક એરપોર્ટ પર જોવા મળ્યા હતા તો ક્યારેક તેઓ એકસાથે IPL મેચ એન્જોય કરતા જોવા મળ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

અહીં સામે આવેલો વિડિયો જુઓહવે છેલ્લા કેટલાક દિવસોથી બંનેની સગાઈના સમાચાર ઝડપથી સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે બંનેની સગાઈ છે. હવે એક વીડિયો સામે આવ્યો છે, જે તેમની સગાઈ તરફ પણ ઈશારો કરી રહ્યો છે. આ વીડિયો વીરેન્દ્ર ચાવલાએ શેર કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે પરિણીતિના મુંબઈ નિવાસી ઘરની બહારનો આ વીડિયો છે. વીડિયોમાં તેનું ઘર બહારથી શણગારેલું જોવા મળે છે. તે જોઈ શકાય છે કે ઘરની બાલ્કનીમાં લાઇટો કરેલી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

સગાઈનો કાર્યક્રમ કેવો રહેશે?જો રિપોર્ટ્સનું માનીએ તો રાઘવ અને પરિણીતીએ તેમની સગાઈ માટે દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા કપૂરથલા હાઉસને સગાઈ માટે નક્કી કર્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગભગ 150 મહેમાનો આ ફંક્શનમાં હાજરી આપશે, જો કે, પછીથી જાણવા મળ્યું કે આ કાર્યક્રમ ખાનગી હશે જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફંક્શનની શરૂઆત અરદાસથી થશે અને પછી બંને એકબીજાને રીંગ પહેરાવીને રીંગ સેરેમની સેલીબ્રેટ કરશે અને તેમની નવી યાત્રા તરફ એક ડગલું આગળ વધશે. એવા સમાચાર છે કે પરિણીતી સગાઈના દિવસે મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરેલી જોવા મળી શકે છે.

અહેવાલ -રવિ પટેલ, અમદાવાદ

આ પણ  વાંચો -દીપિકાએ JNU અને ઓરેન્જ બિકીની વિવાદ પર તોડ્યું મૌન અને કહી દીધી આ વાત….

Tags :
Advertisement

.

×