મોબાઈલની ચીલઝડપ કરવા આવેલા ચોરનો પેસેન્જરે હાથ પકડી લીધો અને પછી... જુઓ વિડીયો
બિહારના (Bihar) બેગુસરાયમાં (Begusarai) એક ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરવામાં પોતાના જીવની જ બાજી લગાવી દીધી, આ ચોરે સ્ટેશનથી નીકળી રહેલી ટ્રેનની બારીમાં હાથ નાખીને પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યાં ટ્રેનની અંદરના પેસેન્જરે તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એક મુસાફરે પણ તેનો હાથ પકડી લીધો અને લગભગ 15 કિમી સુધી તેને બારીએ લટકાવી રાખ્યો.ટ્રેનના મુસાફàª
Advertisement
બિહારના (Bihar) બેગુસરાયમાં (Begusarai) એક ચોર ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરવામાં પોતાના જીવની જ બાજી લગાવી દીધી, આ ચોરે સ્ટેશનથી નીકળી રહેલી ટ્રેનની બારીમાં હાથ નાખીને પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યાં ટ્રેનની અંદરના પેસેન્જરે તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એક મુસાફરે પણ તેનો હાથ પકડી લીધો અને લગભગ 15 કિમી સુધી તેને બારીએ લટકાવી રાખ્યો.
ટ્રેનના મુસાફરો આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી ખાગરિયા સુધી લટકેલી હાલતમાં જ રાખ્યો, આ દરમિયાન ટ્રેન દોડતી રહી અને ચોર પોતાનો જીવ બચાવવા માટે આજીજી કરતો રહ્યો. પરંતુ મુસાફરોએ તેને છોડ્યો નહી. બાદમાં તેને ખાગરિયા સ્ટેશન પર પોલીસને (Police) સોંપી દેવામાં આવ્યો હતો. આ યુવકનું નામ પંકજ કુમાર હતુ. તે બેગુસરાયના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. ચોર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. તેનો વીડિયો હવે સામે આવ્યો છે. GRPના DSP ગૌરવ ત્રિપાઠીએ જણાવ્યું કે, ચોર સાહેબપુર કમલ સ્ટેશન પાસે રેલવે મુસાફરો પાસેથી મોબાઈલ છીનવા ગયો હતો.
મુસાફરોના જણાવ્યા અનુસાર, મેમુ ટ્રેન બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશનથી જેવી આગળ વધી કે તરત જ ચોરે પ્લેટફોર્મ પરથી ટ્રેનની બારીમાં હાથ નાખીને મોબાઈલ છીનવવાનો (Mobile Thief) પ્રયાસ કર્યો ત્યારે એક મુસાફરે તેનો હાથ પકડી લીધો. તેને મદદ કરવા નજીકના મુસાફરોએ તેના બંને હાથ પકડી રાખ્યા હતા. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, યુવક કહી રહ્યો છે કે હાથ તોડી નાખો ભાઈ, જીવ બચાવો ભાઈ.
Advertisement


