પાટણમાં ધારાસભ્ય Kirit Patel અને ચીફ ઓફિસર આમને-સામને?
- પાટણ ધારાસભ્ય Kirit Patel ના તંત્ર પર આરોપ
- પાટણના ચીફ ઓફિસર પર ધારાસભ્યનો આક્ષેપ
- ચીફ ઓફિસર વાપરે છે બેવડી નીતિ : કિરીટ પટેલ
Patan MLA Kirit Patel ના જન્મદિવસના દિવસે લાગેલા જન્મદિવસની શુભકામનાના બેનર ઉતારવાને લઈને ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા હતા. જેમાં મોડી રાત સુધી બેનર ઉતારવાના મુદ્દાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. તમામ ઘટનાને લઈને અલગ અલગ મુદ્દાઓ સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ (Patan MLA Kirit Patel) એ પ્રેસ યોજી હતી અને ચીફ ઓફિસર દ્વારા બેવડી નીતિ વાપરીને પાટણની જનતાને ગુમરાહ કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં MLA Kirit Patel
ધારાસભ્ય કિરીટ પટેલ (MLA Kirit Patel) દ્વારા યોજવામાં આવેલી પ્રેસમાં પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાટણ કલેકટર કચેરીમાં મળેલી સંકલનની બેઠકમાંથી માહિતી મેળવીને માહિતી આધારિત ગંભીર મુદ્દાઓને લઈને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર પ્રહાર કર્યા હતા.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર કરેલા ગંભીર આક્ષેપો
- પાટણમાં રખડતા ઢોરના કારણે 5 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અપંગ બન્યા છે, તેવા ગંભીર મુદ્દાના જવાબમાં ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ નગરપાલિકા રખડતા ઢોર પકડે છે, પરંતુ પશુપાલકોની દાદાગીરી સામે કર્મચારીઓ કાંઈજ કરી શકતા નથી.
- પાટણમાં આગ લાગવાની ઘટનામાં ફાયર ફાઇટર 48 મિનિટ લેટ પહોંચવાના જવાબમાં ચીફ ઓફિસરે ફાયર વિભાગના જુના - નવા કર્મચારીઓના અંદરો અંદરનો વિખવાદ જણાવ્યું હતું, તો શું પાટણમાં કોઈ જનમેદની ધરાવતી ઇમારતમાં મોટી આગ લાગે ત્યારે આવો વિખવાદ પાટણમાં કેટલો યોગ્ય?
- પાટણમાં પડેલા ખાડાઓના કારણે લોકોના જીવ ગયાની પણ ઘટના બની ગયી હોવા છતાં નગરપાલિકામા આવેલા ખાડા પુરવાના 2 કરોડના ટેન્ડરને કેમ કેન્સલ કરવામાં આવ્યું?
પાટણમાં જન્મદિવસની શુભેચ્છાના બેનર ઉતરાવવા માટે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ધારાસભ્ય કિરીટ પટેલ (MLA Kirit Patel) ના સમર્થકોને ગુંડા કહ્યા હતા. તે બાબતે પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ડેફરમેશન કરવામાં આવશે અને સાથે સાથે ચીફ ઓફિસર દ્વારા પાટણ કલેકટરને ધારાસભ્ય દ્વારા માંગવામાં આવેલી ખોટી માહિતીને લઈને ભારતીય દંડ સંહિતાને લઈને કલેકટરને ફરિયાદ કરવા અરજી આપીશુ તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : નગરપાલિકાની બેદરકારી સામે MLA Kirit Patel નું સફાઈ અભિયાન


