Paytm ડાઉન, યુઝર્સને પેમેન્ટ કરવામાં પરેશાની
આજે સવારે દેશમાં Paytm સેવા ડાઉન થઈ ગઈ છે. Paytm થી ડિજિટલ પેમેન્ટ કરવામાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને Paytmને કહ્યું કે તેમનું એકાઉન્ટ એપમાંથી જ લોગ આઉટ થઈ ગયું છે અને ત્યાર બાદ પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા નથી. પેટીએમ સેવા બંધ થઇ ગઇ છે. જોકે, Paytm વતી ટ્વિટ કરીને પણ માહિતી આપવામાં આવી છે.Paytm કંપની વતી થોડા સમય બાદ ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા માહિતી શેર કરવામાં આà
Advertisement
આજે સવારે દેશમાં Paytm સેવા ડાઉન થઈ ગઈ છે. Paytm થી ડિજિટલ પેમેન્ટ કરવામાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને Paytmને કહ્યું કે તેમનું એકાઉન્ટ એપમાંથી જ લોગ આઉટ થઈ ગયું છે અને ત્યાર બાદ પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા નથી. પેટીએમ સેવા બંધ થઇ ગઇ છે. જોકે, Paytm વતી ટ્વિટ કરીને પણ માહિતી આપવામાં આવી છે.
Paytm કંપની વતી થોડા સમય બાદ ટ્વિટર પર એક ટ્વિટ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે. કંપનીએ ટ્વિટમાં કહ્યું કે એપમાં નેટવર્ક એરરને કારણે ઘણા લોકોને લોગ ઈન કરવામાં મુશ્કેલી પડી અને ઘણા લોકો પેમેન્ટ પણ કરી શક્યા નહીં.
આ અંગે Paytm યુઝર્સનું કહેવું છે કે અત્યારે અમને પેમેન્ટ કરવામાં સમસ્યા આવી રહી છે અને એપમાંથી જ એકાઉન્ટ લોગ આઉટ થઈ રહ્યું છે.
આઉટેજને ટ્રૅક કરતી વેબસાઇટ Downdetector એ પણ પુષ્ટિ કરી છે કે સમગ્ર ભારતમાં Paytm યુઝર્સ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેની સૌથી વધુ અસર મોટા શહેરોમાં જોવા મળી રહી છે, જેમાં મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા શહેરોનો સમાવેશ થાય છે.
Advertisement


