Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેટીએમના શેરમાં ધડાકો, રૂ. 2150 થી સીધો રૂ. 600 નીચે પહોંચી ગયો ભાવ, રોકાણકારોને રોવાનો વારો

છેલ્લા ઘણા સમયથી Paytmને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દિવસે દિવસે પેટીએમની હાલત કફોડી થઈ રહી છે. હાલમાં Paytmના સ્ટોકમાં સુનામી આવી છે. પેટીએમના શેર દિવસે દિવસે તળિયે સરકી રહ્યા છે. જેના પગલે રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે સવારે પણ પેટીએમના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરના કારોબારમાં પેટીએમનો સ્ટોક 600 રૂપિયાથી નીચે ગયો હતો. 13 ટકાના
પેટીએમના શેરમાં ધડાકો  રૂ 
2150 થી સીધો રૂ  600 નીચે પહોંચી ગયો ભાવ  રોકાણકારોને રોવાનો વારો
Advertisement

છેલ્લા ઘણા સમયથી Paytmને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દિવસે દિવસે પેટીએમની હાલત
કફોડી થઈ રહી છે. હાલમાં
Paytmના સ્ટોકમાં સુનામી આવી છે. પેટીએમના
શેર દિવસે દિવસે તળિયે સરકી રહ્યા છે. જેના પગલે રોકાણકારોને રોવાનો વારો આવ્યો
છે. ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે સવારે પણ પેટીએમના
શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરના કારોબારમાં પેટીએમનો સ્ટોક
600 રૂપિયાથી નીચે ગયો હતો. 13 ટકાના ઘટાડા
સાથે પેટીએમનો શેર
584 રૂપિયા થઈ ગયો છે. રૂ. 2150ના આઇપીઓ ભાવ સાથેનો શેર રૂ. 592 પર બંધ થયો છે. જેના પગલ Paytmનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 40,000 કરોડથી નીચે સરકી ગયું છે. સ્ટોક
એક્સચેન્જમાં લિસ્ટિંગથી
Paytmના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી
છે. પેટીએમના સ્ટોકનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું ત્યારથી તેનું મૂલ્યાંકન
73 ટકાથી વધુ ઘટી ગયું છે.


Advertisement

તમને જણાવી દઈએ કે Paytm એ તેનો IPO
2150 રૂપિયા પ્રતિ શેરના દરે જારી કર્યો હતો. IPOના ભાવને કારણે રોકાણકારોને શેર દીઠ રૂ. 1550થી વધુનું નુકસાન થઈ રહ્યું છે. બે દિવસમાં Paytmના શેરમાં 24 ટકાનો ઘટાડો થયો છે. Paytm
જ્યારે IPO સાથે બહાર આવ્યું ત્યારે તેનું માર્કેટ કેપિટેશન રૂ. 1,39,000 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 38000 કરોડની નજીક આવી ગયું છે. એટલે કે IPO લોન્ચ થયા બાદ માર્કેટ કેપિટેશનમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો
થયો છે. તમને જણાવી દઈએ કે
Paytm IPO ઇતિહાસમાં 18,800 કરોડ રૂપિયાનો સૌથી મોટો IPO લાવ્યું હતું.

Advertisement


શુક્રવારે સ્ટોક એક્સચેન્જો બંધ થયા પછી આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ
મૂકતો આદેશ જારી કર્યો
. જેના પછી પેટીએમનો સ્ટોક ધબક્યો. RBI એ આદેશ આપ્યો છે કે Paytm Payments Bank Limited હવે IT ઑડિટર્સના રિપોર્ટની સમીક્ષા કર્યા પછી
RBI પાસેથી પરવાનગી મેળવ્યા પછી જ નવા ગ્રાહકો
ઉમેરી શકશે. 
સોમવારે Paytm પેમેન્ટ્સ બેંકે એવા અહેવાલોને નકારી
કાઢ્યા હતા કે ચીનની કંપનીઓના ડેટા લીક થવાને કારણે નવા ગ્રાહકો ઉમેરવા પર
આરબીઆઈનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે તે રિઝર્વ બેન્કના
સ્થાનિક સ્તરના ડેટા સ્ટોરેજ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે અને તેનો તમામ ડેટા
દેશમાં ઉપલબ્ધ છે. કંપનીની સ્પષ્ટતા છતાં
Paytmના શેરનું વેચાણ ચાલુ છે.

Tags :
Advertisement

.

×