Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ શહેરમાં પાણીનો વેડફાટ કરશો તો 5 હજાર રુપિયાની પેનલ્ટી

ઉનાળાની કાળઝાળ ગરમીની શરુઆત થઇ ચુકી છે અને તેથી ઉનાળામાં પાણીની સમસ્યાઓ પણ બહાર આવી રહી છે. હવે જો પાણી બરબાદ કરશો તો ચંડીગઢમાં 5 હજાર રુપીયાની પેનલ્ટી થઇ શકે છે. ચંડીગઢ મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. ઉનાળામાં પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે ચંડીગઢ મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. લોકો પાણી વેડફે નહી અને પાણીની બચત થાય તે માટે ચંડીગઢ મહાનગરપાલિકાએ ખાસ અભિયાન શરુ કર્યું છે. ચંàª
આ શહેરમાં પાણીનો વેડફાટ કરશો તો 5 હજાર રુપિયાની પેનલ્ટી
Advertisement
ઉનાળાની કાળઝાળ ગરમીની શરુઆત થઇ ચુકી છે અને તેથી ઉનાળામાં પાણીની સમસ્યાઓ પણ બહાર આવી રહી છે. હવે જો પાણી બરબાદ કરશો તો ચંડીગઢમાં 5 હજાર રુપીયાની પેનલ્ટી થઇ શકે છે. ચંડીગઢ મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. 
ઉનાળામાં પાણીની સમસ્યા વકરી રહી છે ત્યારે ચંડીગઢ મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. લોકો પાણી વેડફે નહી અને પાણીની બચત થાય તે માટે ચંડીગઢ મહાનગરપાલિકાએ ખાસ અભિયાન શરુ કર્યું છે. ચંડીગઢ શહેરમાં હવે જો પાણીનો વેડફાટ કર્યો તો 5 હજાર રુપિયાનો દંડ લેવામાં આવશે. 
ચંડીગઢ મહાનગરપાલિકા દ્વારા પાણીનો વેડફાટ રોકવા માટે ખાસ ટીમની રચના પણ કરવામાં આવી છે. આ ટીમ શહેરમાં ફરતી રહેશે અને લોકો પાસેથી મળેલી જાણકારીના અનુસંધાનમાં પણ જે તે સ્થળે જઇને તપાસ કરશે. પાણીનો વેડફાટ નજરે ચડશે તો તે લોકો સામે સખત કાર્યવાહી કરીને પાંચ હજાર રુપિયાનો દંડ વસુલશે. પાણીની લાઇન પર સીધુ જોડાણ લેનારા તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં પણ ઘણા શહેરોમાં પાણીના મીટર પણ લગાડવામાં આવ્યા છે છતાં હજું પણ લોકો પાણીનો વેડફાટ કરી રહ્યા છે. ઉનાળો હજું તો શરુ થઇ રહયો છે ત્યારે રાજયમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. રાજયના જળાશયોમાં હવે થોડુ જ પાણી બચ્યું છે ત્યારે ખેતી અને પીવાના પાણી માટે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે. 
Tags :
Advertisement

.

×