Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફોટોગ્રાફર્સની સામે અલ્લુ અર્જુનનું આ વર્તન લોકોને ન ગમ્યું

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખમાં રસ નથી. પુષ્પા ફિલ્મ હિટ થયા બાદ હિન્દી ભાષી દર્શકો પણ તેના ફેન બની ગયા છે. પરંતુ તાજેતરમાં લોકોને અભિનેતાનું વર્તન પસંદ ન આવ્યું. સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ 'પુષ્પા'થી બધાનો ફેવરિટ બની ગયો છે. લોકો પણ કલાકારોની એક ઝલક માટે આતુર હોય છે. ઘણીવાર કલાકારો જ્યાં પણ જાય છે, તેમના ચાહકો તેમને ઘેરી લે છે. તાજેતરમાં આવી જ કંઇક ઘટના ત્યàª
ફોટોગ્રાફર્સની સામે અલ્લુ અર્જુનનું આ વર્તન લોકોને ન ગમ્યું
Advertisement
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખમાં રસ નથી. પુષ્પા ફિલ્મ હિટ થયા બાદ હિન્દી ભાષી દર્શકો પણ તેના ફેન બની ગયા છે. પરંતુ તાજેતરમાં લોકોને અભિનેતાનું વર્તન પસંદ ન આવ્યું. સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ 'પુષ્પા'થી બધાનો ફેવરિટ બની ગયો છે. લોકો પણ કલાકારોની એક ઝલક માટે આતુર હોય છે. ઘણીવાર કલાકારો જ્યાં પણ જાય છે, તેમના ચાહકો તેમને ઘેરી લે છે. તાજેતરમાં આવી જ કંઇક ઘટના ત્યારે બની જ્યારે અલ્લુ અર્જુન પરિવાર સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો. અલ્લુ તેના બે પુત્રો સાથે મુંબઈમાં હતો આ  દરમિયાન ફોટોગ્રાફરોએ તેને ઘેરી લીધો. અભિનેતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન લોકોને અલ્લુનું વર્તન પસંદ ન આવ્યું. તેના વર્તન મુદ્દે હવે અલ્લુ અર્જુન સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. 
અલ્લુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અલ્લુ અર્જુન બ્લેક ટી-શર્ટ, સફેદ ટ્રાઉઝર અને બ્લેક કેપમાં દેખાઈ રહ્યો છે. દરમિયાન, પેપ્સ પાછળથી અવાજ કરે છે, અલ્લુ સર.. પણ તે તેની કાર તરફ આગળ જતો રહે છે. ચાહકો અને ફોટોગ્રાફરોને અલ્લુ અર્જુનનું આ વર્તન પસંદ ન આવ્યું.

પુષ્પા સ્ટાર ટ્રોલ થઈ
અલ્લુ અર્જુનના આ વીડિયો પર કમેન્ટ કરીને લોકો તેને  ઘમંડી કહી રહ્યાં છે. એકે લખ્યું, 'પ્રસિદ્ધિ મળ્યા પછી સ્ટાર્સ બદલાઇ જાય છે.' બીજાએ લખ્યું, 'આ વલણ સાથે તમે ક્યાં જશો.' બીજાએ લખ્યું, 'મેં સાંભળ્યું હતું કે સાઉથના સ્ટાર્સ એકદમ નમ્ર હોય છે.' બીજાએ લખ્યું, 'પુષ્પા હિટ થતાં જ અલ્લુ બદલાઈ ગયો.' તો ત્યાં કેટલાક ચાહકોએ અલ્લુ અર્જુનનું સમર્થન કર્યું અને લખ્યું, 'તે ઉતાવળમાં હશે, તેના બાળકો કારમાં હતા.' અન્ય એક પ્રશંસકે લખ્યું, 'અલ્લુ આવો નથી.'

અલ્લુ અર્જુનની આગામી ફિલ્મો
અલ્લુ અર્જુન આ દિવસોમાં ફિલ્મ પુષ્પા 2ની તૈયારીમાં બીઝીછે. ફિલ્મનો પહેલો ભાગ હિટ રહ્યો હતો અને હવે ચાહકો તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યાં છે. આ સિવાય અલ્લુ અર્જુન પાસે ફિલ્મ 'AA 21', 'આઇકન' પણ છે.
Advertisement
Tags :
Advertisement

.

×