Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'અનેક'ના ટ્રેલરમાં થપ્પડ ખાનાર યુવતીને લોકોએ ઇન્ટરનેટ પર સર્ચ કરી , જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અનેક'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જેટલું પસંદ કરવામાં આવી રહ્યું છે તેટલું જ તેની અભિનેત્રી એન્ડ્રીયા કેવિચુસાની વધુ ચર્ચા થઈ રહી છે. આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'અનેક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં નોર્થ ઈસ્ટમાં રાજકીય સંઘર્ષનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.ફિલ્મની સ્ટાર કાસ્ટ ઘણી મજબૂત દેખાઇ અનુભવ સિન્હા દ્વારàª
 અનેક ના ટ્રેલરમાં થપ્પડ ખાનાર યુવતીને લોકોએ ઇન્ટરનેટ પર સર્ચ કરી   જાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ
Advertisement
અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અનેક'નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જેટલું પસંદ કરવામાં આવી રહ્યું છે તેટલું જ તેની અભિનેત્રી એન્ડ્રીયા કેવિચુસાની વધુ ચર્ચા થઈ રહી છે. આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'અનેક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં નોર્થ ઈસ્ટમાં રાજકીય સંઘર્ષનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ ઘણી મજબૂત દેખાઇ 
અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મુકેશ છાબરા કાસ્ટિંગ ડિરેક્ટર છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટ્રેલરને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યારે તેમાં જોવા મળેલી એક છોકરીને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. 'અનેક'ના ટ્રેલરમાં જોવા મળેલી એન્ડ્રીયા કેવિચુસાને લોકો ઓનલાઇન સર્ચ કરી રહ્યા છે. ખરેખર, એન્ડ્રીયા પણ એક મોડલ છે અને તેની સારી એક્ટિંગ અને સુંદરતા પણ ટ્રેલરમાં દેખાઈ રહી છે. તો ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાત .

શું છે ટ્રેલરનો સીન?
ફિલ્મના ટ્રેલરમાં શરૂઆતમાં જ એક સીન છે, જેમાં એક મહિલા છોકરીને બે વાર થપ્પડ મારે છે અને પૂછે છે - શું પાર્લર વાલી છે? કે નેપાળી? આ સીનમાં એન્ડ્રીયાના ચહેરા પર અદ્ભુત હાવભાવ છે અને આ જોઈને ખબર પડે છે કે તેની એક્ટિંગ સારી હશે. 

મોડેલ છે એન્ડ્રીયા 
એન્ડ્રીયા કેવિચુસા નાગાલેન્ડની છે અને એક મોડલ છે. તેણે અત્યાર સુધી ઘણા પ્રોજેક્ટ માટે મોડલિંગ કર્યું છે. એન્ડ્રિયાએ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ટ્રેલરના અંતે આયુષ્માન ખુરાના સાથી અભિનેતાએ પૂછ્યું- આપણે  ભારતીય છીએ તે કેવી રીતે નક્કી થયું?

એન્ડ્રીયાની પ્રથમ ફિલ્મ
એન્ડ્રીયા માત્ર 15 વર્ષની ઉંમરથી મોડલિંગ કરી રહી છે અને અત્યાર સુધી તેણે ઘણી મોટી બ્રાન્ડ માટે કામ કર્યું છે. અભિનેત્રી તરીકે આ તેની પ્રથમ ફિલ્મ હશે. ફિલ્મના ટ્રેલરમાં ભલે એન્ડ્રીયા ખૂબ જ ડરી રહી હોય પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. એન્ડ્રીયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે અને તેની ગ્લેમરસ તસવીરો પણ તેના પર છે. ફોટા જોઈને ખબર પડે છે કે તે કપડાં, મેકઅપ અને જ્વેલરી માટે મોડલિંગ કરતી હોય છે. 
Tags :
Advertisement

.

×