GTUના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના સંશોધનમાં ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે. સંશોધન મુજબ બજારમાં મળતા તૈયાર લોટમાં બેનઝાઇલ પેરોકસાઇડ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. સરકારે પ્રતિ કિલોએ 40 મિલી ગ્રામની પરમિશન આપી છે પરંતુ 20 ટકા કંપનીના લોટમાં 60 મિલી ગ્રામ કરતા વધુ બેનઝાઇલ પેરોકસાઇડ જોવા મળ્યું છે. 20 ટકા સેમ્પલ ટેસ્ટમાં 40 મિલી ગ્રામ કરતા વધુ માત્રામાં જોવા મળ્યું છે. જો લોટમાં બેà
![]()
GTUના ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના સંશોધનમાં ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે. સંશોધન મુજબ બજારમાં મળતા તૈયાર લોટમાં બેનઝાઇલ પેરોકસાઇડ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. સરકારે પ્રતિ કિલોએ 40 મિલી ગ્રામની પરમિશન આપી છે પરંતુ 20 ટકા કંપનીના લોટમાં 60 મિલી ગ્રામ કરતા વધુ બેનઝાઇલ પેરોકસાઇડ જોવા મળ્યું છે. 20 ટકા સેમ્પલ ટેસ્ટમાં 40 મિલી ગ્રામ કરતા વધુ માત્રામાં જોવા મળ્યું છે. જો લોટમાં બેનઝાઇલ પેરોકસાઇડ વધુ પ્રમાણમાં હોય તો લિવર ડેમેજ થાય છે અને કેન્સર જેવી ભયંકર બીમારી પણ થઇ શકે છે.
સમગ્ર વિશ્વ 19 એપ્રિલના રોજ વિશ્વ લિવર દિવસની ઉજવણી કરે છે. વર્તમાન સમયમાં પેકિંગવાળા ખોરાકો અને તેની સાચવણી માટે વપરાતાં જરૂરીયાતથી વધુ માત્રામાં રસાયણીક તત્વોને કારણે તે પદાર્થ અખાદ્ય બની જતો હોય છે. જેનાથી માનવ શરીરના મહત્વના અંગ એવા લિવર સંબધીત અનેક રોગ થતાં જોવા મળે છે. તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના (જીએસપી) આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની મનાલી મહેન્દ્રસિહ પવાર દ્વારા પેકિંગ ઘંઉના લોટ અને મેદાની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે.
![]()
ઈન્ટરનેશનલ ગાઈડ લાઈન પ્રમાણે, હાઈ પર્ફોમન્સ થીન લેયર ક્રોમોટોગ્રાફી(HPTLC) મેથડ વિકસાવીને બજારમાંથી મળતાં વિવિધ કંપનીઓના પેકિંગ ઘંઉના લોટ અને મેદાના સેમ્પલ પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઈન્ડિયાની(FSSAI) ગાઈડલાઈન પ્રમાણે ઘંઉના લોટ કે મેદાની શ્વેતતા(વાઈટનેસ) અને ગુણવત્તા જળવાઈ રહે તે અર્થે 40 મીલિગ્રામ/કિલોથી ઓછી માત્રામાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” મિશ્રણ કરી શકાય છે. જીટીયુ ફાર્મસી દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન 20% જેટલા સેમ્પલમાં “બેન્ઝાઈલ પેરોક્સાઈડનું” 40 મીલિગ્રામ/કિલોથી વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. આ પ્રકારના ખાદ્ય પદાર્થોના ઉપયોગથી લોટમાં રહેલા વિટામીન અને પ્રોટીન તેમજ લિવર સંબધીત ગંભીર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. જીટીયુ સમાજ ઉપયોગી પ્રવૃતિ માટે હંમેશા કાર્યરત હોય છે. આગામી દિવસમાં જાહેર જનતાને પણ તેમના લોટ અને મેદાની ગુણવત્તા ચકાસણી સંદર્ભે જીટીયુ ફાર્મસી કેમ્પસ ગાંધીનગર ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે.