Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવા વર્ષથી કુનો નેશનલ પાર્કમાં દેશવાસીઓ નિહાળી શકશે ચિત્તા

લગભગ 70 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર ચિત્તાઓને પુનર્વસન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 નામીબિયન ચિત્તાઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે પણ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે.પ્રવાસન ઉદ્યોગને વેગ મળશેકુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પ્રથમ à
નવા વર્ષથી કુનો નેશનલ પાર્કમાં દેશવાસીઓ નિહાળી શકશે ચિત્તા
Advertisement
લગભગ 70 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર ચિત્તાઓને પુનર્વસન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 નામીબિયન ચિત્તાઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે પણ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે.
પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે
કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં 500 હેક્ટરના વિસ્તારમાં ચિત્તાઓને ખુલ્લામાં છોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિશાળ મેદાનમાં ચિત્તા છોડવાથી પ્રવાસન સેક્ટરને પણ વેગ મળશે. જે બાદ પ્રવાસીઓ કુનો નેશનલ પાર્ક પહોંચીને ચિત્તાને જોઈ શકશે.
વિદેશી પ્રવાસીઓ માટે તૈયારી
ટ્રેનિંગમાં સહરિયા પરિવારોને સ્વચ્છતા જાળવવા અને વિદેશી પ્રવાસીઓ માટે ભોજન બનાવવાની રીતો શીખવવામાં આવી રહી છે. આ સાથે તેમના ઘરોમાં સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં વધુ 6 પરિવારોને તેની તાલીમ આપવામાં આવી રહી છે. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) અને ઇકો ટુરિઝમ બોર્ડે આ પ્રોજેક્ટ માટે ઘરોની પસંદગી કરી છે.
ટાઈગર રિઝર્વ જેવા નિયમો
કૂનો નેશનલ પાર્કમાં ચિતા સફારી માટે નિયમ અને કાયદા ટાઈગર રિઝર્વની જેમ જ હશે. કૂનોમાં સફારી માટે ટૂરિસ્ટને ઓનલાઈન બુકિંગ કરવી પડશે. સવાર અને સાંજની શિફ્ટમાં સફારી થશે. કુનોમાં ત્રણ જોન છે. ટિકટોલી જોનમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સિવાય અહેરા અને પીલ બાવડી ઝોન છે. કૂનોના ત્રણ ઝોનમાં કુલ 180 કિમીનો ટ્રેક છે. ચિત્તાને કુનોમાં આવતા પહેલાં જ ટિકટોલીને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. અહીં નવી સફારી રૂટ અને ટ્રેક જુનો છે. જોકે ચિત્તાના પ્રેઝન્ટેશન માટે ટ્રેકને રિપેર કરાવવામાં આવ્યો છે. જ્યાં ચિત્તા છે ત્યાં 70 થી 80 કિમીનો ટ્રેક છે. તેના પર ટૂરિસ્ટ જઈ શકશે.
કૂનોમાં સહેલાણીઓની સંખ્યા વધી
મધ્યપ્રદેશના ટાઈગર રિઝર્વ અને અન્ય પર્યટન ,સ્થળો પર દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે. જેને ધ્યાનમાં રાખીને કૂનો નેશનલ પાર્કમાં ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. 60 ગાઈડને અંગ્રેજી શિખવવામાં આવી રહી છે.  વિશ્વમાં પહેલીવાર જાનવરોનું આંતરખંડીય સ્થળાંતર થયું છે. ડીએફઓ કૂનો પ્રકાશ વર્મા પ્રમાણે ચિત્તા 50 થી 100 સ્કેવેર કિમી વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે અમે તે અનુસાર ટૂરિઝ્મ માટે અમારી તૈયારી કરી રહ્યાં છીએ. સપ્ટેમ્બરમાં ચિત્તા આવ્યા બાદ કૂનોમાં આવતા સહેલાણીઓની સંખ્યા પણ વધી છે. અગાઉ વર્ષે માત્ર 20 થી 30 ગાડીઓ અહીં પહોંચતી હતી પણ હવે દરરોજ લગભગ બેથી ત્રણ ગાડીઓ અહીં પહોંચી રહી છે. ગત વર્ષે ટિકટોલી ગેટથી લગભગ 1200 ગાડીઓએ એન્ટ્રી કરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×