Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોકોમાં દેશભક્તિની ભાવના કેળવવા PM મોદી દ્વારા શરૂ કરાયું 'હર ઘર તિરંગા' અભિયાન

કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે લોકોમાં દેશભક્તિની ભાવના કેળવવા 'હર ઘર તિરંગા' અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત ભારતના નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. વળી આ અભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ જુલાઈના અંતમાં મન કી બાત કાર્યક્રમમાં 2 ઓગસ્ટથી પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો à
લોકોમાં દેશભક્તિની ભાવના કેળવવા pm મોદી દ્વારા શરૂ કરાયું  હર ઘર તિરંગા  અભિયાન
Advertisement
કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે લોકોમાં દેશભક્તિની ભાવના કેળવવા 'હર ઘર તિરંગા' અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત ભારતના નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. વળી આ અભિયાનની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે. 
મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ જુલાઈના અંતમાં મન કી બાત કાર્યક્રમમાં 2 ઓગસ્ટથી પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો રાખવાનું સૂચન કર્યું હતું. જેને લઇને હવે નાગરિકોમાં ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જનતા હવે 15 ઓગસ્ટની આતુરતાથી રાહ જોઇ રહી છે. આ 15મી ઓગસ્ટની કઇંક નવી જ રીતે ઉજવણી થવાની છે તે ચર્ચાએ દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા ફરકાવવાની વિનંતી કરી છે. સરકારનું માનવું છે કે, આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાશે અને લોકોમાં દેશભક્તિની લાગણી જાગૃત થશે. સરકારને લાગે છે કે રાષ્ટ્રધ્વજ સાથે લોકોનું જોડાણ માત્ર સંસ્થાકીય છે, તેથી આવા અભિયાનથી લોકોમાં એક અલગ સંદેશ જશે. 

17 જુલાઈના રોજ ગૃહમંત્રી અમિત શાહે આ અભિયાન અંગે દેશના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ અભિયાનને લગતી માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહમતિથી દેશના ખૂણે ખૂણે આ અભિયાનને સફળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વળી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ અભિયાનને સફળ બનાવવા તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ ક્રમમાં રાજ્ય સરકારે સાત સ્થળોએ આ અભિયાનને લગતા કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે. આ સાત સ્થળો ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં એક કરોડ રાષ્ટ્રધ્વજ ઘર-ઘરમાં ફરકાવવાની યોજના છે. આ સાથે તમામ સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. 
વળી કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ ફરકાવવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જૂના નિયમો અનુસાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ધ્વજ ફરકાવી શકાતો હતો, પરંતુ નવા નિયમ પ્રમાણે હવે રાત્રે પણ તિરંગો ફરકાવી શકાશે. મહત્વનું છે કે, ભારત સરકારે ફ્લેગ ઓફ કોડ ઓફ ઈન્ડિયાના નિયમોમાં સુધારો કર્યો છે. દેશમાં ધ્વજ લહેરાવવો, પ્રદર્શિત કરવો અથવા તેનો ઉપયોગ કરવો એ ફ્લેગ ઓફ કોડ ઓફ ઈન્ડિયા 2002 અને રાષ્ટ્રીય ગૌરવના અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ આવે છે. ભારત સરકારે 20 જુલાઈના રોજ આ કાયદામાં ફેરફાર કર્યો છે. હવે રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની આઝાદી મળી છે. ઉલ્લેખનીય છે કે, આ અભિયાન સમગ્ર ભારતમાં 13 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.

×