Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODIએ 8 ચિત્તા પૈકી એકનું નામ પાડયું, જાણો ક્યા નામે ઓળખાશે ચિત્તો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડેલા 8 ચિત્તાના નામ પાડવામાં આવ્યા છે. આ 8 ચિત્તામાંથી એક ચિત્તાનું નામ ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જ પાડયું છે. આવો જાણીએ આ રસપ્રદ અહેવાલમાં..મધ્યપ્રદેશના  કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી લવાયેલા  આઠ ચિત્તાઓના નામ ભારતમાં સાત દાયકા પહેલા લુપ્ત થઈ ગયેલી ચિત્તાની વસ્તીને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટનàª
pm modiએ 8 ચિત્તા પૈકી એકનું નામ પાડયું  જાણો ક્યા નામે ઓળખાશે ચિત્તો
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડેલા 8 ચિત્તાના નામ પાડવામાં આવ્યા છે. આ 8 ચિત્તામાંથી એક ચિત્તાનું નામ ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જ પાડયું છે. આવો જાણીએ આ રસપ્રદ અહેવાલમાં..
મધ્યપ્રદેશના  કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી લવાયેલા  આઠ ચિત્તાઓના નામ ભારતમાં સાત દાયકા પહેલા લુપ્ત થઈ ગયેલી ચિત્તાની વસ્તીને પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવ્યા છે. 
 રવિવારે કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તાઓ મોટાભાગે પોતપોતાના ઘેરામાં ફરતા અને આરામ કરતા જોવા મળ્યા હતા. એવું લાગે છે કે તેઓ ધીમે ધીમે તેમના નવા વાતાવરણમાં અનુકુળતા સાધી રહ્યા છે.
કુનો નેશનલ પાર્કમાં અત્યારે આરામથી ફરી રહેલા આ ચિત્તાઓના નામ પણ ભારે રસપ્રદ છે. આ આઠ ચિત્તાના નામ ઓબાન, ફ્રેડી, સવાન્નાહ, આશા, સિબલી, સાયસા અને સાશા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એક માદા ચિત્તાનું નામ 'આશા' રાખ્યું છે, જ્યારે બાકીની અન્ય ચિત્તાઓનું નામ નામીબિયામાં રાખવામાં જ રાખવામાં આવ્યા હતા.
 આ ચિત્તાઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના દિવસે  નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ખુદ આ ચિત્તાઓને  નેશનલ પાર્કમાં પિંજરાનો ગેટ ખોલીને છોડી દીધા હતા. 
કુનો નેશનલ પાર્કમાં  ચિત્તાઓ માટે ખાસ બંદોબસ્ત બનાવવામાં આવ્યો છે, તેઓ  ફરે છે અને સામાન્ય છે. આ આઠ ચિત્તામાંથી પાંચ માદા અને ત્રણ નર છે. જ્યારે આ ચિત્તાઓને ઉદ્યાનના સ્પેશિયલ એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા હતા, તે સમયે તેઓ થોડા અસહજ જોવા મળ્યા હતા. જોકે, બાદમાં તેઓ સામાન્ય રીતે વિચરણ કરવા લાગ્યા હતા. નામીબિયાથી ભારત જતા પહેલા તેમને ભેંસનું માંસ આપવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.

×