આ ખાસ ડ્રેસ પહેરીને કેદારનાથ પહોંચ્યા PM મોદી, જાણો આ ડ્રેસ વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળી પહેલા આજથી બે દિવસ માટે ઉત્તરાખંડ (Uttarakhand)ની મુલાકાતે છે. પોતાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે સવારે બાબા કેદારનાથ ધામ (Kedarnath Dham) પહોંચ્યા જ્યા તેમણે પૂજા અર્ચના કરી. અહીં તેઓ ખાસ ડ્રેસમાં જોવા મળ્યા હતા. કેદારનાથ પ્રવાસ પર વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો છે તેને ચોલા ડોરા કહેવામાં આવે છે, તે હિમાચલ પ્રદેશના હેન્ડલૂમ ઉદ્à
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળી પહેલા આજથી બે દિવસ માટે ઉત્તરાખંડ (Uttarakhand)ની મુલાકાતે છે. પોતાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે સવારે બાબા કેદારનાથ ધામ (Kedarnath Dham) પહોંચ્યા જ્યા તેમણે પૂજા અર્ચના કરી. અહીં તેઓ ખાસ ડ્રેસમાં જોવા મળ્યા હતા.
કેદારનાથ પ્રવાસ પર વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો છે તેને ચોલા ડોરા કહેવામાં આવે છે, તે હિમાચલ પ્રદેશના હેન્ડલૂમ ઉદ્યોગમાં બનાવવામાં આવ્યો છે. આ ડ્રેસ વડાપ્રધાનની તાજેતરની ચંબાની મુલાકાત દરમિયાન એક મહિલાએ તેમને ભેટમાં આપ્યો હતો. વડાપ્રધાને તે જ દિવસે તે મહિલાને વચન આપ્યું હતું કે હું જે દિવસે કેદારનાથ જઈશ તે દિવસે હું આ ડ્રેસ પહેરીશ. આજે વડાપ્રધાને એ જ ડ્રેસ પહેર્યો છે.
Advertisement
વડાપ્રધાન મોદીએ અહીં મંદિરની પૂજા-અર્ચના કરવાની સાથે સમગ્ર મંદિરની પરિક્રમા પણ કરી. જણાવી દઈએ કે આજે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડને કરોડોની ભેટ આપશે. કેદારનાથ ધામમાં લગભગ અઢી કલાક રોકાયા બાદ વડાપ્રધાન બદ્રીનાથ ધામ જવા રવાના થશે. વડાપ્રધાન આજે ઉત્તરાખંડ માટે રૂ.3400 કરોડના કનેક્ટિવિટી પ્રોજેક્ટને રજૂ કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી કેદારનાથમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. તેઓ બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ હાથ ધરાયેલા પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે.
Advertisement
આદિગુરુ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ આદિગુરુ શંકરાચાર્યની સમાધિની મુલાકાત લીધી. તેમણે આદિગુરુ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી વડાપ્રધાન મોદી મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કર્યા બાદ બદ્રીનાથ જશે.
રિવરફ્રન્ટના વિકાસ કામોની સમીક્ષા કરશે
વડાપ્રધાન મોદી સવારે લગભગ 11.30 વાગે બદ્રીનાથ મંદિર જશે અને પૂજા કરશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યે રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે સમીક્ષા બેઠક યોજાશે. PM મોદી અહીં રોડ અને રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. માણા ગામમાં રોડ અને રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ PM મોદી અરાઇવલ પ્લાઝા અને તળાવોના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરશે. જણાવી દઈએ કે આ દરમિયાન રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહેશે.


