Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચિત્તાને છોડયા બાદ PM MODIનો અનોખો અંદાજ, જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠમાંથી 3 ચિત્તા છોડયા હતા. પાર્કમાં એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના પર ચિત્તાના ખાસ પાંજરા મૂકવામાં આવ્યા હતા અને પીએમ મોદીએ લિવરનો ઉપયોગ કરીને ચિત્તાઓને છોડ્યા હતા.ફેડોરા કેપ પહેરીને પીએમ મોદી પ્રોફેશનલ કેમેરાથી તસવીરો લેતા જોવા મળ્યા હતા.ભારતમાં લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી દેશવ્યાà
ચિત્તાને છોડયા બાદ pm modiનો અનોખો અંદાજ  જુઓ તસવીરો
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠમાંથી 3 ચિત્તા છોડયા હતા. પાર્કમાં એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું, જેના પર ચિત્તાના ખાસ પાંજરા મૂકવામાં આવ્યા હતા અને પીએમ મોદીએ લિવરનો ઉપયોગ કરીને ચિત્તાઓને છોડ્યા હતા.
ફેડોરા કેપ પહેરીને પીએમ મોદી પ્રોફેશનલ કેમેરાથી તસવીરો લેતા જોવા મળ્યા હતા.
ભારતમાં લુપ્ત જાહેર થયાના સાત દાયકા પછી દેશવ્યાપી પુનર્વસન પ્રોજેક્ટના ભાગ રૂપે નામીબિયાના આઠ ચિત્તા શનિવારે સવારે કુનો નેશનલ પાર્ક ખાતે લવાયા હતા. પહેલા તેમને સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા ગ્વાલિયર એરપોર્ટ અને પછી હેલિકોપ્ટર દ્વારા શિયોપુર જિલ્લામાં સ્થિત કેએનપી લાવવામાં આવ્યા હતા.
શનિવારે પોતાનો 73મો જન્મદિવસ મનાવી રહેલા વડાપ્રધાન મોદીએ કેએનપીના એક ખાસ એન્ક્લોઝરમાં ચિત્તાને વિદાય આપી હતી. ચિત્તા ધીમે ધીમે પાંજરામાંથી બહાર આવતા જોવા મળ્યા. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ મંચ પર હાજર હતા.
આ ચિત્તોને યુરોપમાં ચિસિનાઉ, મોલ્ડોવા સ્થિત એરલાઇન 'ટેરા એવિયા'ની વિશેષ ફ્લાઇટમાં લાવવામાં આવ્યા છે અને તે ચાર્ટર્ડ પેસેન્જર અને કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
કુનો નેશનલ પાર્ક વિંધ્યાચલ ટેકરીઓના ઉત્તરી કિનારે આવેલું છે અને 344 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
દેશમાં છેલ્લો ચિત્તો 1947 માં કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો. જે છત્તીસગઢ જિલ્લામાં સ્થિત છે.
ચિત્તાને 1952માં ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. 'ભારતમાં આફ્રિકન ચિત્તા પરિચય પ્રોજેક્ટ' 2009 માં ભારતમાં ચિત્તાઓને ફરીથી લાવવા માટે શરૂ થયો હતો અને તાજેતરના વર્ષોમાં તેને વેગ મળ્યો છે.
ભારતે ચિત્તાની આયાત માટે નામીબીયા સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
Tags :
Advertisement

.

×