Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુદ્ધને લઈને એક બાજુ રશિયા યુક્રેનની બીજા તબક્કાની વાતચીત, બીજી તરફ પીએમ મોદીની હાઈલેવલ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રશિયા અને યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું હતું કે ભારત તેની વધતી શક્તિને કારણે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને બચાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં કોઈ કસર છોડશે નહીàª
યુદ્ધને
લઈને એક બાજુ રશિયા યુક્રેનની બીજા તબક્કાની વાતચીત  બીજી તરફ પીએમ મોદીની હાઈલેવલ
બેઠક
Advertisement


વડાપ્રધાન
નરેન્દ્ર મોદી ફરી એકવાર રશિયા અને યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક
યોજી હતી.
આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી
છે.
વડાપ્રધાને
કહ્યું હતું કે ભારત તેની વધતી શક્તિને કારણે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તેના
નાગરિકોને બચાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર યુક્રેનમાં ફસાયેલા
ભારતીયોને પરત લાવવામાં કોઈ કસર છોડશે નહીં. આ દ
રમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ
બુધવારે માહિતી આપી હતી કે યુક્રેનના વિન્નિતિયામાં
22 વર્ષીય ભારતીય નાગરિકનું હ્યદયરોગથી મૃત્યુ
થયું છે. બાગચીએ જણાવ્યું હતું કે યુક્રેનના વિનિટસિયામાં એક ભારતીય નાગરિક ચંદન
જિંદાલે બીમારીના કારણે જીવ ગુમાવ્યો હતો. તેના પરિવારના સભ્યો પણ યુક્રેનમાં છે.

Advertisement


Advertisement

આ ઘટના ત્યારે
સામે આવી જ્યારે યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા કર્ણાટકના એક ભારતીય
વિદ્યાર્થીનું ખાર્કિવમાં રશિયન ગોળીબારમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ જિંદાલ
પંજાબના બરનાલાનો રહેવાસી હતો અને યુક્રેનની વિનિત્શિયા નેશનલ પાયરોગોવ મેમોરિયલ
મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. 
પીએમ મોદી
દરરોજ યુક્રેનની સ્થિતિ પર સતત નજર 
સંરક્ષણ પ્રધાન
રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય નાગરિકોને
બહાર કાઢવા માટે યુક્રેનની વર્તમાન સ્થિતિની દૈનિક ધોરણે સમીક્ષા કરે છે.


રશિયા-યુક્રેન
આજે રાત્રે બીજા તબક્કાની વાતચીત થશે

આ વખતે આ
વાતચીત પોલેન્ડ બોર્ડર પર થશે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ લગભગ પાંચ કલાક સુધી
ચાલેલી બેઠકનો પ્રથમ રાઉન્ડ અનિર્ણિત રહ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર
ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ છેલ્લા છ દિવસમાં 6
,000 રશિયન સૈનિકોને માર્યા છે.


રશિયાએ યુક્રેન
પર હુમલા તેજ કર્યા

તમને જણાવી દઈએ
કે યુક્રેન અને રશિયા વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. રશિયન સેના યુક્રેનની
રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઇલો છોડવામાં આવી રહી છે. કિવમાં
નાગરિકો તેમના ઘરોના બંકરોમાં છુપાઈ રહ્યા
છે. 
રશિયન લેન્ડિંગ
ફોર્સ ખાર્કિવ શહેરમાં ઉતર્યું છે જ્યાં રશિયન સૈનિકો અત્યાર સુધી એરસ્ટ્રાઈક કરી
રહ્યા હતા. આ સાથે હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ
કર્યું છે ત્યારથી હજારો લોકો ત્યાં ફસાયેલા છે
, જેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય
છે. તેમને દૂર કરવા માટે ભારતનું ઓપરેશન ગંગા ચાલી રહ્યું છે.

Tags :
Advertisement

.

×