Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીએ વનતારામાં વિતાવ્યા હતા 7 કલાક, જુઓ આ મુલાકાતનો Video

PM Modi visit in Vantara : તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં આવેલા Vantara વન્યજીવન બચાવ કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી.
Advertisement
  • PM મોદીની વનતારાની મુલાકાતનો વીડિયો આવ્યો સામે
  • PM મોદીએ રવિવારે લીધી હતી વનતારાની મુલાકાત
  • PM મોદીએ વનતારામાં વિતાવ્યા હતા 7 કલાક
  • PM મોદીએ બાળ સિંહને બોટલથી પીડવાડ્યું દૂધ
  • વનતારાની મુલાકાત દરમિયાન મેળવી હતી અનેક માહિતી

PM Modi visit in Vantara : તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં આવેલા Vantara વન્યજીવન બચાવ કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અનંત અંબાણી પોતે PM મોદીને આ કેન્દ્રની સફર કરાવતા નજરે પડે છે. આ ખાસ પ્રસંગ દરમિયાન PM મોદી એક સિંહના બચ્ચા સાથે રમતા અને તેને પ્રેમથી હાથે દૂધ પીવડાવતા જોવા મળ્યા. આ દૃશ્યએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને Vantara ના મહત્વને પણ ઉજાગર કર્યું.

Vantara કેન્દ્રની અદ્યતન સુવિધાઓ

Vantara વન્યજીવન બચાવ કેન્દ્ર એક એવું સ્થળ છે જ્યાં વન્યજીવોની સુરક્ષા અને સારવાર માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. PM મોદીએ આ કેન્દ્રની વિવિધ સવલતોનું નિરીક્ષણ કર્યું, જેમાં MRI મશીન, CT સ્કેન, ICU જેવા અદ્યતન તબીબી સાધનોનો સમાવેશ થાય છે. આ સાથે જ આ કેન્દ્રમાં વન્યજીવોની સંભાળ માટે અલગ-અલગ વિભાગો પણ છે, જેમાં એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા અને આંતરિક દવા જેવી વિશેષ સેવાઓ આપવામાં આવે છે. આવી ઉચ્ચ સ્તરની સુવિધાઓ જોઈને PM મોદીએ Vantara કેન્દ્રના કાર્યો અને તેના યોગદાનની ભરપૂર પ્રશંસા કરી.

Advertisement

પ્રાણીઓ સાથે PM નો ખાસ સમય

આ મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ Vantara કેન્દ્રમાં રહેલા વિવિધ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો. તેમણે એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, ચિત્તાના બચ્ચા અને એક કારાકલના બચ્ચા સાથે રમવાનો આનંદ માણ્યો. ખાસ કરીને ચિત્તાના બચ્ચા, જે એક લુપ્તપ્રાય પ્રજાતિ છે, તેમને ખવડાવતા અને તેમની સાથે સમય વિતાવતા જોવા મળ્યા. આ દરમિયાન તેમણે પ્રાણીઓની સંભાળ અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની સંવેદનશીલતા પણ દર્શાવી.

Advertisement

Vantara નું સંરક્ષણ અને પુનર્વસનમાં યોગદાન

Vantara કેન્દ્ર માત્ર વન્યજીવોની સારવાર જ નથી કરતું, પરંતુ તેમના પુનર્વસન અને સંરક્ષણ માટે પણ સતત કાર્યરત છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીઓને એટલા સ્વસ્થ બનાવવાનો છે કે તેઓ પ્રકૃતિમાં પાછા ફરી શકે અને તેમની પ્રજાતિઓનું અસ્તિત્વ જળવાઈ રહે. PM મોદીએ આ પ્રયાસોને વખાણ્યા અને વન્યજીવન સંરક્ષણમાં Vantara ની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. આ મુલાકાત દ્વારા વન્યજીવોની સુરક્ષા અને તેમના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ થયો છે. આ રીતે, PM મોદીની Vantara મુલાકાત એક યાદગાર ઘટના બની રહી, જેણે વન્યજીવન સંભાળના ક્ષેત્રમાં નવું ઉદાહરણ સ્થાપિત કર્યું.

આ પણ વાંચો :  સામે સિંહ અને હાથમાં કેમેરો, ગીર નેશનલ પાર્કમાં રોયલ સફારી કરતા PM મોદીનો અનોખો અંદાજ

Tags :
Advertisement

.

×